તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NYTએ યોગીને જોડ્યા ઉગ્રવાગી હિન્દુ પરંપરા સાથે, ગણાવ્યા મોદીના ઉત્તરાધિકારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉ: અમેરિકી ન્યૂઝ પેપર ધી ન્યૂયોર્ક ટાઈમ્સ (NYT)એ યુપીના સીએમ યોગી આદિત્યનતાને હિન્દુઓના સર્વોચ્ચ મનાતા ઉગ્રવાદી પરંપરા માટે ઓળખાતા મંદિરના નેતા ગણાવ્યા છે. આ ન્યૂઝ પેપરમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે, દરેક લોકોનું માનવું છે કે યોગી મોદીના ઉત્તારધિકારી બનવામાં સક્ષમ છે. નોંધનીય છે કે, NYTએ ગયા માર્ચ મહિનામાં તેમના એડિટોરિયલમાં યોગીને મુસ્લિમ વિરોધી નેતા પણ કહ્યા હતા. તેમને યુપીના સીએમ બનાવ્યા પછી નરેન્દ્ર મોદીના આ નિર્ણયની નિંદા પણ કરવામાં આવી હતી. 
 
લેખમાં યોગી વિશે બીજુ શું લખ્યું છે NYTએ

- NYTએ તેમના આર્ટીકલ 'ફાયરબ્રાન્ડ હિન્દુ ક્લેરિક એસેન્ડ્સ ઈન્ડિયાઝ પોલિટિકલ લીડર'માં લખ્યું છે, 'યોગીને ભારતના સૌથી વધારે વસ્તી ધરાવતા રાજ્યમાં શાસન કરવા માટે હિન્દુ યોદ્ધા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આદિત્યનાથને મોટા ભાગના લોકો યોગી કહીને બોલાવે છે. યોગી એસીનો પણ ઉપયોગ નથી કરતા. જમીન પર ઉંઘે છે. તેઓ ડીનરમાં ઘણી વખત માત્ર સફરજન ખાય છે.'
- જોકે યોગી આદિત્યનાથ હિન્દુઓના સર્વોચ્ચ માનવામાં આવતી ઉગ્રવાદી પરંપરા માટે ઓળખવામાં આવે છે. યોગીએ મુસ્લિમોની ઐતિહાસિક ભૂલોનો બદલો લેવા માટે યુવાઓનું એક ગ્રૂપ તૈયાર કર્યું છે.
- યોગી સાથે જોડાયેલી પરંપરા વિશે NYTએ એવુ પણ લખ્યું છે કે, 1969 સુધી મંદિરના પ્રમુખ રહેલા દિગ્વિજય નાથની એક વખત ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમના ઉત્તરાધિકારી બંનેલા મહંત અવૈધનાથ પર 1992માં હિન્દુઓને ભડકાવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 
 
મોદીના ઉત્તરાધિકારી થઈ શકે છે યોગી

-  NYTના આર્ટીકલમાં અમેરિકન એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટ્યૂટના એક્સપર્ટ સદાનંદ ધૂમેએ કહ્યું છે કે, મોદીના ઉત્તરાધિકારી તરીકે યોગીની પસંદગી કરવામાં આવે તે સ્વાભાવિક છે. ત્રણ વર્ષ પહેલા તેમને એટલા કટ્ટર માનવામાં આવતા હતા કે ટેક્સટાઈલ મિનિસ્ટરના રાજ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા નહતા પરંતુ હવે દરેક વસ્તુ સરળ થઈ ગઈ છે.
- બ્રાઉન યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ  સ્ટડીઝના પ્રોફેસર આશુતોષ વાર્ષ્ણેયનું કહેવું છે કે, યોગીને સીએમ બનાવવાનો અર્થ એ છે કે, તમે તેમને એવી તાકાત સોંપી રહ્યા છો જે સરળતાથી પછી લઈ શકાય તેમ નથી. મોદી તેમની વધતી તાકાતને રોકવા નથી માગતા અથવા રોકી નથી શકતા.
 
મોદી તો વિકાસનો વાયદો કરીને આવ્યા હતા

-  NYTમાં લખ્યું છે કે, આદિત્યનાથ નરેન્દ્ર મોદીની ચોંકાવનારી ચોઈસ છે. મોદી એક એવા વડાપ્રધાન છે જે ત્રણ વર્ષ પહેલા ભારતને ઈકોનોમી ગ્રોથના નવા રસ્તા પર લઈ જવા અને હિન્દુ એજન્ડા પર ભાર નહીં આપવાના વાયદાથી આવ્યા હતા. પરંતુ ભારતને હિન્દુ રાષ્ટ્રમાં ફેરવવાના અભિયાનમાં મોદીનો વિકાસનો મુદ્દો ક્યાંક ખોવાઈ ગયો છે. તેમના કારણે દેશના 17 કરોડ મુસ્લિમોની આર્થિક અને સામાજિક સ્થિતિ સંકોચાઈ રહી છે. 
 
NYTએ પહેલા પણ લખ્યું હતું- મોદીએ મુસ્લિમ વિરોધી યોગીના બનાવ્યા સીએમ

- NYTએ માર્ચમાં હિન્દુ કટ્ટરપંથીઓને અપનાવવાના મોદીના જોખમી પગલા વિશે એડિટોરિયલ લખ્યું હતું. તેમાં લખવામાં આવ્યું હતું કે 2014માં ચૂંટાઈને આવેલા મોદીએ ડેવલપમેન્ટ અને ઈકોનોમિક ગ્રોથના સેક્યુલર હેતુને પ્રમોટ કરવા દરમિયાન જ ખૂબ ચાલાકીથી પાર્ટીના કટ્ટર હિન્દુઓને ખુશ કર્યા છે. મોદીએ તેમનું રહસ્ય ખોલ્યું છે. ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં જીત મેળવીને ઉત્સાહમાં આવેલી તેમની પાર્ટીએ ફાયરબ્રાન્ડ હિન્દુ નેતા યોગીને યુપીના સીએમ બનાવવાની જાહેરાત કરી છે. તેમનો આ નિર્ણય માઈનોરિટી માટે ખૂબ આશ્ચર્યજનક છે.
- આ નિર્ણય એ વાતનો ઈશારો કરે છે કે, 2019ની લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગણીતની જોડ-તોડની નીતિની શરૂઆત થઈ ગઈ છે. આ નિર્ણય પછી મોદી અને તેમની પાર્ટી બીજેપીને એવુ લાગે છે કે, સેક્યુલર રિપબ્લિકને એક હિન્દુ સ્ટેટમાં ફેરવવા માટે હવે કોઈ અડચણ નથી.
 
અન્ય સમાચારો પણ છે...