હવે હિંદ મહાસાગરમાં ચીનની ગતિવિધિ વધી, ભારત ચિંતિત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આજે મળનારી ભારતીય નૌકાદળની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થશે

લદ્દાખમાં ચીનની ઘુસણખોરીનો વિવાદ માંડ ઉકેલાયો છે ત્યાં ચાઇનીઝ નૌકાદળની હિન્દ મહાસાગરમાં વધી રહેલી પ્રવૃત્તિઓને કારણે ભારત ચિંતિત છે. આ અંગે નૌકાદળના અધિકારીઓ મંગળવારે એક બેઠક મળી રહી છે. જેમાં આ મુદ્દે ગંભીર ચર્ચા કરે તેવી સંભાવના છે.

હિન્દ મહાસાગરમાં ચાઇનીઝ નૌકાદળની સબમરીન્સ અને અન્ય વોરશિપ્સની વધી રહેલી હાજરી અંગે ભારતીય નૌકાદળે ચિંતા વ્યક્ત કરી છે. નૌકાદળે સંરક્ષણ મંત્રાલયને રજુ કરેલા તાજેતરના અહેવાલમાં, અમેરિકન એજન્સીઓની વિગતોને ટાંકીને સરકારને માહિતી આપી હતી કે હિન્દ મહાસાગરમાં તેની(ચીન)જળસીમાની બહાર ચાઇનીઝ સબમરીન્સ સાથે એન્કાઉન્ટર(સામ-સામા આવી જવું)ના ૨૨ કિસ્સા નોંધાયા છે.

પાકિસ્તાનના ગ્વાડર, શ્રીલંકાના હંબાંટોટા, મ્યાનમારમાં કોકો આઇલેન્ડ અને બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ સહિત ભારતની આસપાસનાં બંદરોમાં તેની ઉપસ્થિતિ પ્રસ્થાપિત કરવામાં ચીન સફળ રહ્યું છે. આ સ્થળોએ ઉપસ્થિતિના કારણે તમામ બાજુએથી ભારતીય જળસીમાની નજીક રહેવાની ક્ષમતા ચીને હાંસલ કરી લીધી છે.

- બીજી બાજુ સીમા વિવાદ જલદી ઉકેલવા ચીનનું ગાણું

એક બાજુ ચીન અડપલાં કરવાનું ચાલું રાખ્યું છે જ્યારે બીજી બાજુ નવી દિલ્હીમાં એક ચીની અધિકારીએ જણાવ્યું હતું કે ચીનનો વિવાદ જલ્દી ઉકેલવા માંગે તેના માટે બંને દેશોએ પ્રયાસો વધારવા જોઈએ.