તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસલિંગ બાદ હવે રાજકરણમાં ધ ગ્રેટ ખલી, પંજાબમાં આમ આદમી પાર્ટીમાં જોડાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જલંધર (પંજાબ): દલિપ સિંહ રાણા ઉર્ફ ધ ગ્રેટ ખલીએ પંજાબમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને સપોર્ટ કરશે. ખલીના પંજાબમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સજ્જન સિંહ ચીમાને બિનશરતી ટેકો આપવાની જાહેરાત કરી હતી. સજ્જન સિંહ સુલતાનપુર લોઢીથી વિધાનસભા ચૂંટણી લડશે.
ચેમ્પિયન્સનો ચેમ્પિયન‘ધ ગ્રેટ ખલી’

- WWEમાં તેને પ્રશંસકો દ્વારા ઘણા નામોથી બોલાવવામાં આવે છે. જેમાં એક છે ચેમ્પિયન્સનો ચેમ્પિયન. આ નામ તેને કારણ વગર મળ્યું નથી.
- વર્લ્ડ રેસલિંગમાં એકચક્રી શાસન કરનાર અંડરટેકર, ટ્રિપલ એચ, શોન માઇકલ, કેન સીરીખે જેવા દિગ્ગજ પહેલવાનોને એક ઝાટકામાં પછાડ્યા બાદ આ નામ તેને મળ્યું છે.
રેસલિંગ કારકિર્દી:

* 7 ઓક્ટોબર 2000માં તેણે WWE ડેબ્યું કર્યું હતું.
* ન્યૂ જાપાન પ્રો રેસલિંગ ચેમ્પિયનશિપ.
* 2006માં અંડરટેકરને ચેલેન્જ કરીને હરાવ્યો.
* 2007-08માં ખલીએ વર્લ્ડ હેવિવેઈટ ચેમ્પિયનશિપનું ટાઇટલ મેળવ્યું હતું.
* મોમેન્ટ ઓફ ધ યર-2008નું ટાઈટલ.

રોડ પરિયોજના માટે તોડતો હતો પત્થર

- ખલી ક્યારેક રોડ પરિયોજના માટે પત્થર તોડવાનું કામ કરતો હતો. ખલીના ગામ ધિરાનાની મહિલાઓ તેની પાસે ભારે કામ, જેવા કે જાનવરોને એક જગ્યાએ ઉઠાડી બીજી જગ્યાએ બેસાડવા, સામાન ઉઠાવવો જેવા કામો કરાવતા હતા.
- આ દરમિયાન ખલીએ હરિયાણા પોલીસમાં અસિસ્ટેન્ટ પોલીસ સબ ઇન્સપેક્ટર (એએસઆઈ)માં ક્વોલિફાય કર્યું હતું.
- ખલી માટે તેનો મિત્ર અમિત સ્વામી ઘણો લકી હતો. ખલી પોતાના મિત્ર અમિત સાથે દિલ્હીના એરપોર્ટ ઉપર પહેલવાન ડોરિયન યેટ્સને મળવા ગયો હતો.
- યેટ્સ ખલીનું શરીર જોઈ પ્રભાવિત થયો હતો અને રેસલિંગમાં નસીબ અજમાવવાની સલાહ આપી હતી. યેટ્સની આ સલાહ તેને જાપાન લઈ ગઈ હતી. આ પછી ખલીએ પાછળ ફરીને જોયું નથી.
- ખલી વિશ્વભરમાં પ્રખ્યાત WWEના યોદ્ધા હલ્ક હોગન અને ધ રોક સાથે કામ કરતો હતો. WWEના કાર્યક્રમવાળાને રાણાનુ નવું નામ વિચારવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.
- કોઈએ તેને જાયંટ સિહ કહ્યો તો કોઇએ તેને ભીમ કહ્યો હતો.

આ માટે રાણા બન્યો ખલી

- ખલી કાલી માનો ભક્ત હતો. કેટલાક લોકોએ તેને ભગવાન શિવ નામ રાખવાની સલાહ આપી હતી, પણ ભગવાનું નામ હોવાથી લાગણી દુભાય તેવી સંભાવના હતી.
- ખલીએ મા કાલી નામની ભલામણ કરી અને તેની શક્તિઓ વિશે બધાને માહિતી આપી હતી. બધાને આ નામ પસંદ આવ્યું હતું પણ વિદેશીઓએ તેનું નામ ખલી કરી નાખ્યું હતું.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીર....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો