તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શકવર્તી ચુકાદો: ઉત્તરાખંડ હાઈકોર્ટે ગંગા નદીને આપ્યો જીવિત \'વ્યક્તિ\'નો દરજ્જો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નૈનિતાલ: ઉત્તરાખંડ હાઈકોર્ટે સોમવારે શકવર્તી ચૂકાદો આપ્યો. જેના પગલે દેશની નદીઓમાં થતું પ્રદૂષણ ઘટાડી શકાશે. ઉપરાંત ગંગા નદીને શુદ્ધ કરવામાં મદદ મળશે. 

સોમવારે પોતાના સીમાચિહ્નરૂપ ચુકાદામાં ઉત્તરાખંડ હાઈકોર્ટે, ગંગા નદી 'પ્રથમ જીવિત વ્યક્તિ'નો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું પ્રથમ વખત બન્યું છે કે, દેશની કોઈ 'નદી'ને વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો હોય. હાઈકોર્ટે રાજ્ય સરકારને નદીના રખરખાવ માટે શક્ય તમામ પ્રયાસો હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા. 

દેશની વ્યાખ્યા પ્રમાણે કોઈ વ્યક્તિ, કંપની, સહકારી મંડળી કે પેઢીને 'હસ્તી'નો દરજ્જો મળેલો હોય છે. જે હક્કોની સુરક્ષા કરવા માટે કેસ દાખલ કરી શકે, કોર્ટમાં ખુદનો બચાવ કરી શકે તથા કોઈ કરાર કરી શકે. જોકે, આ તમામ અધિકારોનો ઉપયોગ અને ફરજોનું નિર્વહન 'વ્યક્તિ' દ્વારા કરવામાં આવતું હોય છે. 

દેશમાં પ્રાણીઓને પણ અધિકારો મળે છે, પરંતુ એનિમલ વેલફેર બોર્ડ, સ્વૈચ્છિક સંસ્થા (જેમ કે, પીપલ ફોર એથિકલ ટ્રિટમેન્ટ ટુ એનિમલ્સ [PETA]), કે કોઈ વ્યક્તિ દ્વારા આ અધિકારોની સુરક્ષા થાય છે. 
 
હિન્દુઓની સૌથી પવિત્ર નદી છે ગંગા
 
- ગંગા નદી હિમાલયમાંથી નીકળે છે.
- 2525 કિલોમીટર લાંબી ગંગા નદી ભારત અને બાંગ્લાદેશમાં વહે છે.
- ગંગા નદી હિન્દુઓની સૌથી પવિત્ર નદી છે.
- ગંગા નદી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં થઈને વહે છે.  
- પટણા, વારાણસી, કન્નોજ, હાજીપુર, કાનપુર, ફરુખાબાદ, ભાગલપુર, અને કોલકતા જેવા મોટા શહેરો ગંગા નદીના કિનારે વસેલા છે.
- વર્ષ 1985થી દેશમાં ગંગા નદીના શુદ્ધિકરણ માટે અલગ-અલગ અભિયાન ચલાવવામાં આવ્યા છે. પરંતુ કોઈમાં નોંધપાત્ર સફળતા મળી નથી. 
 
થોડા દિવસો અગાઉ ન્યૂઝિલેન્ડમાં પણ એક નદીને મળ્યો હતો વ્યક્તિ તરીકેનો દરજ્જો, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો