સેનાએ 200 કિમીના વિસ્તારમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: સર્જિકલ સ્ટ્રાઇકને શુક્રવારે એક વર્ષ પૂરું થઇ ગયું છે. આ પ્રસંગે એક ટીવી ઇન્ટરવ્યૂમાં તત્કાલીન સેના પ્રમુખ દલબીર સુહાગે કહ્યું છે કે સેનાના સર્જિકલ સ્ટ્રાઇકનો ફેલાવો પીઓકેમાં 200 કિમીના વિસ્તારમાં હતો. સ્ટ્રાઇક એક સ્થળે કરાઇ ન હતી પરંતુ એક સમયે એક રાતમાં ઘણાં સ્થળોએ કરવામાં આવી હતી. એક પ્રશ્નના જવાબમાં સુહાગે કહ્યું કે  પહેલા થનારી સર્જિકલ સ્ટ્રાઇકને પોલિટિકલ એપ્રૂવલ મળતી ન હતી. તે માત્ર લોકલાઇઝ સ્ટ્રાઇક થતી હતી, જે સરહદને અડીને આવેલા વિસ્તારોમાં જ કરવામાં આવતી હતી.
 
આ સર્જિકલ સ્ટ્રાઇકને પોલિટિકલ અેપ્રૂવલ હતી

મ્યાનમારની અંદર અને 28 સપ્ટેમ્બરની રાત્રે પાકિસ્તાનમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકને પોલિટિકલ એપ્રૂવલ હતી. આ કાર્યવાહી બોર્ડરથી બહુ   અંદર સુધીના વિસ્તારમાં થઇ હતી. મેં પોતાના કમાન્ડર્સને આદેશ આપ્યા હતા કે પહેલા તો કોઇ કેજ્યુઅલ્ટી ન થવી જોઇએ. જો થાય છે તો તેને કોઇ પણ ભોગે પાછા લાવવાનું છે. સર્જિકલ સ્ટ્રાઇક પૂરી થવાની માહિતી સૌથી પહેલાં મેં એનએસએ અને સંરક્ષણ પ્રધાનને આપી હતી. ત્યાર પછી પ્રધાનમંત્રીને બતાવ્યું હતું. આનો શ્રેય પહેલા નંબરે હું વડાપ્રધાનને આપીશ કે તેમણે બોલ્ડ નિર્ણય લીધો. બીજા નંબરે બહાદુર સૈનિકોને આપીશ. આપણી સેનાએ દુનિયાને બતાવી દીધું કે તે કોઇ પણ સમય ક્યાંય પણ હુમલા કરવામાં સક્ષમ છે. સેનાએ ઉરી આતંકી હુમલામાં શહીદ 18 જવાનોનો બદલો લેવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.
 
સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ સૈનિકોનું મનોબળ વધારવા બોર્ડરે પહોંચ્યાં
 
સર્જિકલ સ્ટ્રાઇકના એક વર્ષ થવાના પ્રસંગે જવાનોનું મનોબળ વધારવા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ જમ્મુ-કાશ્મીર પહોંચ્યાં છે.  સંરક્ષણપ્રધાન તરીકે તેમનો કાશ્મીરનો આ પ્રથમ પ્રવાસ છે. સીતારમણે કાશ્મીરમાં આર્મીની એક ફોરવર્ડ પોસ્ટની મુલાકાત લીધી. શનિવારે તેઓ સિયાચીન જશે. તેમની સાથે આર્મી ચીફ જનરલ બિપિન રાવત પણ છે. બીજી બાજુ, ગૃહપ્રધાન રાજનાથસિંહે ઉત્તરાખંડમાં ફોરવર્ડ બોર્ડર પોસ્ટ પર ઇન્ડો-તિબેટ બોર્ડર પોલીસના જવાનો સાથે મુલાકાત લીધી હતી.
 
જવાન રમજાનની હત્યાના બીજા જ દિવસે 226 કાશ્મીરી સેનામાં સામેલ

કાશ્મીરના યુવાઓએ આતંકને ફરી જવાબ આપ્યો છે. શુક્રવારે જમ્મુ-કાશ્મીરના 226 યુવા પાસિંગ આઉટ પરેડ પછી સેનાની જમ્મુ એન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી બટાલિયનમાં સામેલ થયા. ભારતીય સેનામાં સામેલ થવાના પ્રસંગે તેમના પરિવારવાળા બહુ ખુશ દેખાયા હતા. તેના એક દિવસ પહેલાં જ બીએસએફનો જવાન રમજાન પારેની બાંદીપોરામાં લશ્કરના અાતંકીઓએ ઘરમાં ઘૂસીને હત્યા કરી નાખી હતી. તે પહેલા લેફ્ટ.ઉમર ફૈયાઝની પણ રજા દરમિયાન આતંકીઅોએ હત્યા કરી નાખી હતી.
અન્ય સમાચારો પણ છે...