25 ગાડીના માલિક રાજાને ચલાવવી પડી રિક્ષા, ગુમનામીમાં રહ્યા આ 10 રાજપરિવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયપુર: 30 માર્ચે રાજસ્થાનનો સ્થાપના દિવસ છે. જેની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. આ પ્રસંગે divyabhaskar.com તમને રાજસ્થાન અને દેશભરમાં જોડાયેલી અહીંની સંસ્કૃતિ વિશે જણાવી રહ્યું છે. રાજસ્થાન એક એવું રાજ્ય છે જેના રાજઘરાનાઓ અને મહેલોની ચર્ચા વિદેશો સુદ્ધાંમાં થાય છે, જેઓ આજે પણ એ જ ઠાઠથી જીવે છે. પરંતુ, કેટલાંક કિસ્સાઓ એવા પણ છે, જેમાં રાજસ્થાન સહિત દેશના કેટલાક રાજઘરાનાઓ ગુમનામીનો શિકાર થઇ ગયા. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે આકાશથી ધરતી પર પહોંચાડનારી આવાં જ 10 રાજઘરાનાઓની કથાઓ વિશે.
 
25 ગાડીઓના માલિક આ ભૂતપૂર્વ રાજાએ રિક્ષા ચલાવીને કર્યું ગુજરાન
 
- ઓડિસાની રાજધાની ભુવનેશ્વરથી લગભગ 60 કિમી દૂર ટિગિરિયા રજવાડાના ભૂતપૂર્વ રાજા બ્રહ્મરાજ મહાપાત્રા અનેક નોકર-ચાકર અને 25 ગાડીઓના માલિક હતા.
- તેમના પૂર્વજોએ રાજસ્થાનથી ટિગિરિયા જઇને એક નવું રજવાડું ઊભું કર્યું હતું. ટિગિરિયાના રાજા ઓડિસાના છેલ્લા શાસક માનવામાં આવે છે. એક જમાનામાં તેમની પાસે 25 લક્ઝરી કારો હતી.
- તેમના મહેલમાં 30 નોકરો કામ કરતા અને તેઓ તેમના વિસ્તારમાં પોતાના શાહી શિકાર માટે પણ પ્રખ્યાત હતા. તેમણે 13 વાઘ અને 28 દીપડાઓના શિકાર કર્યા હતા. જોકે, આઝાદી પછી તેમનું આ સામ્રાજ્ય ધીમે-ધીમે પોતાની ચમક ખોતું ગયું.
- આઝાદી પછી આ રાજપરિવાર પાસેથી મહસૂલ ઉઘરાવવાના હકો લઇ લેવામાં આવ્યા અને તેમને માત્ર 130 પાઉન્ડના પેન્શન પર રહેવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા. રાજપરિવારે તેના કારણે પોતાનો મહેલ 600 પાઉન્ડના સાવ મામૂલી ભાવે વેચી નાખવો પડ્યો. પછીથી ઇન્દિરા સરકારે પેન્શન પણ બંધ કરી દીધું.
- રાજપરિવારના વારસદાર બ્રજરાય ક્ષત્રિય બીરબર છામુપતિ સિંહને ગામના લોકોની દયા પર ઝૂંપડીમાં બાકી બચેલું જીવન ગાળવું પડ્યું હતું.
- 30 નવેમ્બર, 2015ના રોજ 95 વર્ષની ઉંમરમાં તેઓ મૃત્યુ પામ્યા હતા.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, આવા જ 9 રાજપરિવારોના વારસદારો વિશે...
અન્ય સમાચારો પણ છે...