કાશ્મીરના કુપવાડામાં આર્મી હેડક્વાર્ટર પર હુમલો, એક જવાન ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગર: કાશ્મીરના કુપવાડાના કલારુસ ફોરેસ્ટ એરિયામાં બનેલા આર્મી હેડક્વાર્ટર પર શુક્રવારે રાત્રે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયા છે. આ દરમિયાન શનિવારે પાકિસ્તાન દ્વારા મીઢંર સેક્ટરમાં પણ સીઝફાયર વાયોલેશન કરવામાં આવ્યું હતું જેમાં એક મહિલાનું મોત થયું છે. 
 
એક મહિના પહેલા થયો હતો અમરનાથ યાત્રીઓ પર હુમલો

- 11 જુલાઈએ અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર હુમલો થયો હતો. આ હુમલામાં 8 લોકોના મોત થયા હતા જ્યારે 15 તીર્થયાત્રીઓ ઘાયલ થયા હતા. મૃત્યુ પામનાર લોકોમાં 5 મહિલાઓ પણ હતી. યાત્રા પૂરી કરીને તેઓ જમ્મુ પરત આવી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. 
 
જૂનમાં થયેલા આતંકી હુમલામાં 6 જવાન શહીદ
- 16 જૂને કાશ્મીરના અચબલમાં આતંકીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. તેમાં 6 પોલીસ જવાન શહીદ થયા હતા. આતંકીઓએ ભાગતા પહેલાં જવાનોના ચહેરા પણ ક્ષત-વિક્ષત કરી દીધા હતા. પોલીસકર્મીઓ રુટીન પેટ્રોલિંગ પર નીકળ્યા હતા ત્યારે આ ઘટના થઈ હતી.
- જ્યારે 15 જૂને ખાણના હૈદરપુર વિસ્તારમાં બે અલગ અલગ ઘટનાઓમાં આતંકીઓએ પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. તેમાં પણ બે જવાન શહીદ થયા હતા. 
અન્ય સમાચારો પણ છે...