તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

J&K: અનંતનાગમાં સિક્યુરિટી ફોર્સના વાહનો પર આતંકીઓનું ફાયરિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ અનંતનાગના કાંઝીગડમાં સિક્યુરિટી ફોર્સના બે વાહનો પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હોવાની ઘટના બની છે. આ દરમિયાન અહીંથી કાર લઇને જતો 1 નાગિરક ઘાયલ થયો છે. આ ઉપરાંત સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવતા લાઇવ ગ્રેનેડ મળી આવ્યો છે. ગુરેજ સેક્ટરમાં સેના સાથેની અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે. તેની પાસેથી હથિયારો મળી આવ્યા છે. લાલ ચોકમાં આતંકી હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
 
લાલ ચોકમાં સર્ચ ઓપરેશન
 
સેનાએ જમ્મુ-કાશ્મીરના લાલ ચોકમાં ઘેરો અને સર્ચ ઓપરેશન (CASO) શરૂ કર્યું છે. જે માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરક્ષા બળોની ટુકડી તહેનાત કરવામાં આવી છે. આ વિસ્તારમાં આતંકીઓની હાજરી હોવાની મળેલી ગુપ્ત માહિતી બાદ સેનાએ આ પગલું ભર્યું છે. લાલ ચોક શ્રીનગરનો સંવેદનશીલ વિસ્તાર છે અને અહીંયા વિરોધ પ્રદર્શન થતાં રહે છે.
 
શું છે કાસો
 
કાસોનો અર્થ ઘેરો અને શોધખોળ કરો (Cordon & Search Operation - CASO) છે. ગત મહિને ઘાટીમાં 15 વર્ષ બાદ સેનાએ ફરીથી કાસોનો ઉપયોગ શરૂ કર્યો હતો. તાજેતરમાં ઘાટીમાં વધેલા આતંકી હુમલા બાદ સેનાએ ફરી તેનો ઉપયોગ શરૂ કર્યો છે. શોપિયા, ત્રાલ સહિત દક્ષિણ કાશ્મીરના અનેક વિસ્તારોમાં સેનાએ કાસો દ્વારા આતંકીઓ સામે સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.
 
શુક્રવારે 6 ઘૂસણખોરને સેનાએ ઠાર માર્યા
 
જમ્મુ-કાશ્મીરમાંઅંકુશ રેખા પાસે શુક્રવારે આર્મીએ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સાથે સૈન્યએ છેલ્લા ત્રણ દિવસમાં ઘૂસણખોરીનો છઠ્ઠો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ત્રણ દિવસમાં કુલ 12 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ઉડી સેક્ટરમાં અંકુશરેખા નજીક શંકાસ્પદ હિલચાલને પગલે આર્મીએ ઓપરેશન હાથ ધર્યું હતું. બાદમાં જવાનોનેએ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
 
ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પહેલા ગુરૂવારે પણ સેનાએ ઉડી અને નૌગામ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ગુરૂવારે ઉડી સેક્ટરમાં આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.