તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

J&K: પુંછ આતંકી હુમલામાં એક પોલીસ જવાન શહીદ, એન્કાઉન્ટર ચાલુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં બે મહિના સુધી કર્ફ્યૂ રહ્યા પછી પણ આજે હિંસક વાતાવરણ જોવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં આજે વહેલી સવારથી જ શંકાસ્પદ આતંકીઓ અને સુરક્ષાફોર્સ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. તે દરમિયાન એક પોલીસ જવાન પણ શહીદ થયા છે. નૌગામમાં જવાનોએ આતંકીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતાં 7 આતંકીઓને ઠાર કર્યા હતા. જ્યારે પૂંચમાં એક પોલીસકર્મી શહીદ થયો.
આ સાથે જ પુલવામામાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળ વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં પણ અંદાજે 50 લોકો ઘાયલ થયા છે. જેમાં સીઆરપીએફ અને પોલીસના 12 જવાન છે. મૃત આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો તથા દવા-ઈંજેક્શન મળી આવ્યા હતા. હિઝબુલ કમાન્ડર બુરહાન વાની સૈન્ય અથડામણમાં માર્યા ગયા બાદ કાશ્મીર ખીણમાં છેલ્લા 65 દિવસથી જારી અશાંતિને ધ્યાનમાં લેતાં ખીણમાં સુરક્ષાદળો તૈનાત કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઇ હતી.
રાજનાથ સિંહે કરી રિવ્યુ મીટિંગ
આજે બે મહિના પછી કાશ્મીરમાં સતત હિંસક વાતાવરણ રહેતા ગૃહ મંત્રી રાજનાથ સિંહે એક રિવ્યુ મીટિંગ પણ કરી હતી. આ બેઠક તેમના ઘરે રાખવામાં આવી હતી. આ બેઠકમાં એનએસએ, આઈબી ચીફ, બીએસએફના ડિરેક્ટર જનરલ અને હોમ સેક્રેટરી પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, કાશ્મીરમાં શાંતિની સ્થિતિ જળવાઈ રહે તે માટે છેલ્લા બે મહિનામાં રાજનાથ સિંહે ત્રણ વાર કાશ્મીરની મુલાકાત કરી છે.
નૌગામમાં એન્કાઉન્ટર ચાલુ

- સૂત્રોના જણાવ્યા પ્રમાણે હંદવાડાના નૌગામમાં પણ 4 શંકાસ્પદ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.
- માહિતી મળતાં જ પોલીસે સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું છે.
- સુરક્ષાફોર્સ અને આતંકીઓ વચ્ચે નૌગામમાં એન્કાઉન્ટર ચાલુ છે.
- સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે નૌગામમાં સુરક્ષાફોર્સે 4 આતંકીઓને ઠાર કર્યા છે.
- આમ, હવે અહીં એન્કાઉન્ટરની પ્રોસેસ પતી ગઈ છે પરંતુ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
- આ દરમિયાન પોલીસને જ્યાં આતંકીઓ છુપાયા હતા ત્યાંથી મોટા જથ્થામાં હથિયારો મળી આવ્યા છે.
પુલવામામાં દેખાવકારો અને સુરક્ષાકર્મી વચ્ચે અથડામણ, 50 ઘાયલ

- પુલવામાના કરીમાબાદ ગામમાં દેખાવકારો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે રવિવારે વહેલી સવારે અથડામણ છે.
- આ અથડામણમાં અંદાજે 50 લોકો ઘાયલ થયા હોવાની માહિકી મળી છે.
- 50 ઘાયલ લોકોમાં 12 સીઆરપીએફ તથા પોલીસકર્મીઓનો સમાવેશ થયો છે.
- કેન્દ્ર અને રાજ્યસરકાર દ્વારા વાંરવાર અપીલ કરવામાં આવતી હોવા છતા અહીં વિરોધ અટકી નથી રહ્યા.
- ભાગલાવાદીઓ દ્વારા ઈતિહાદ મિલ્લતના બેનર અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
- આ પહેલાં શનિવારે દક્ષીણ કાશ્મીરના બે ગામમાં પણ ઘણાં લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
- તે દરમિયાન પણ સુરક્ષાબળ સાથે અથડામણમાં બે લોકોના જીવ ગયા હતા.
પુંછના બે આતંકીઓને પકડી લેવામાં આવ્યા

- પોલીસના જણાવ્યા પ્રમાણે બે આંતકવાદીઓને પકડી લેવામાં આવ્યા છે.
- પહેલો આતંકી પુંછના મિની સચિવાલય અને બીજો આતંકી એક સ્થાનિક નાગરિકના ઘરમાં ઘુસી ગયો હતો. ત્યાંથી તેમને પકડી લેવામાં આવ્યા છે.
- 4 આતંકીઓએ પહેલા સૈન્યના 93 બ્રિજ હેડક્વાર્ટર નજીક ફાયરિંગ કર્યું ત્યાર બાદ તેઓ બે જૂથમાં વહેંચાઇ ગયા
- એક જૂથે અલ્લાહ પીર વિસ્તારના ઘરમાં ઘૂસીને એક દંપતીને બંધક બનાવી લીધું.
- એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા ઈન્સપેક્ટર મંજૂર અહમદને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
- ફાયરિંગમાં કોન્સ્ટેબલ સંદીપ કુમાર શહીદ થયા છે.
- જોકે હજુ આ હુમલામાં કુલ કેટલા આંતકીઓ સંકળાયેલા છે તે વિશેની કોઈ માહિતી મળી શકી નથી.
- પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક સાથે ઘણી જગ્યાએ ફાયરિંગ થઈ રહ્યું છે.
- પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પુંછના અલ્લાહ પીર વિસ્તારમાં આવેલા મિની સચિવાલયમાં 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતા છે. આ બિલ્ડિંગમાં હાલ કન્સ્ટ્રક્શન ચાલુ છે.
પુલવામામાં સૈન્ય કાર્યવાહીમાં 20 તોફાનીઓ ઘાયલ

પુલવામામાં રવિવારે પથ્થરમારો કરતા ટોળાં પર સુરક્ષા દળોની કાર્યવાહીમાં 20થી વધુ તોફાનીઓ ઘાયલ થયા હતા. અનંતનાગમાં ‘લાલ ચોક ચલો’ રેલી પણ નિષ્ફળ બનાવાઇ હતી.

રાજનાથ અમેરિકા-રશિયા જશે, પાક. પ્રેરિત આતંકવાદ મુખ્ય મુદ્દો

આતંકવાદ ડામવા પાક. પર દબાણ વધારવા ગૃહ પ્રધાન રાજનાથ સિંહે આગામી સપ્તાહે રશિયા અને ત્યાર બાદ અમેરિકાના પ્રવાસે જશે. રાજનાથનો રશિયાનો 5 દિવસનો પ્રવાસ 18 સપ્ટેમ્બરથી જ્યારે અમેરિકાનો 7 દિવસનો પ્રવાસ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે.

કાશ્મીરની હિંસામાં મૃત્યુઆંક 80 થયો

કાશ્મીર ખીણમાં છેલ્લા 65 દિવસથી જારી હિંસામાં કુલ મૃત્યુઆંક વધીને 80 થયો છે. ગત 5 ઓગસ્ટે બડગામના વાદવાન ગામે ઘાયલ થયેલા પ્રદર્શનકારી જાવેદ અહેમદનું રવિવારે શ્રીનગરની હોસ્પિટલમાં મોત થયું હતું.
80 કાશ્મીરી લાપતા, આતંકી બન્યાની શંકા

કાશ્મીરમાંથી છેલ્લા બે મહિનામાં 80 યુવકો લાપતા થયા છે. સુરક્ષા એજન્સીઓના મતે આ યુવાનો હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તોઇબા જેવા આતંકી સંગઠનો સાથે જોડાઇ ચૂક્યા છે. આતંકીઓના ફોન ટેપિંગ અને ગ્રાઉન્ડ રિપોર્ટ્સના આધારે ગુપ્તચર એજન્સીઓ આ દાવો કરી રહી છે. લાપતા યુવકોમાંથી મોટા ભાગના પુલવામાના છે. આ યુવકોને ખીણમાં હિંસા દરમિયાન જંગલોમાં ટ્રેનિંગ અપાઇ હતી. હવે તેઓ કાશ્મીરમાં સક્રિય થઇ ચૂક્યા છે.
આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો