તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાશ્મીરમાં પેલેટ ગનથી ઈજાગ્રસ્ત બાળકનું મોત. જનાઝામાં પણ થયો ગોળીબાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ હરવાન એરિયામાં એક બાળકની ડેડ બોડી મળ્યા બાદ શનિવારે કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. 11 વર્ષના મોમીન અલ્તાફ ગનઈના શરીર પર પેલેટ ગનની ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા. આ સાથે 70 દિવસથી હિંસક માહોલનો સામનો કરતા સાઉથ કાશ્મીરમાં મરનારાઓની સંખ્યા 81 થઈ ગઈ છે. આમાં 2 પોલીસકર્મીઓ પણ સામેલ છે. ખીણ વિસ્તારના બે શહેર તથા શ્રીનગરના ઘણા ભાગોમાં કર્ફ્યૂ પહેલાની જેમ યથાવત છે.
અઠવાડિયામાં બીજી ઘટના

- ગનઈ ગ્રીનલાઈટ સ્કૂલ ઈશ્બરનો સ્ટુડન્ટ હોવાનું સામે આવ્યું છે. હરવાનમાં શુક્રવારે સુરક્ષાબળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન ગનઈ ઈજાગ્રસ્ત થયો હતો. તે પછીથી જ તે ગુમ હતો.
- શનિવારે સવારે કર્ફ્યૂનો ભંગ કરી હજારો લોકો તેના જનાઝામાં સામેલ થવા પહોંચ્યા. આ સમયે સુરક્ષાબળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
- પ્રદર્શનકારીઓ પર નિયંત્રણ મેળવવા ટિયર ગેસના સેલ છોડવાની સાથે પેલેટ ગનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
- આ અગાઉ 11 સપ્ટેમ્બરે અહમદ ડાર (16)નું આ રીતે જ મોત થયું હતું.
ફરી લદાયો કર્ફ્યૂ

- હરવાન ઉપરાંત શ્રીનગરના 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.
- કાશ્મીરના બડગામ અને પુલગામમાં કર્ફ્યૂ લદાયેલો છે.
- 70 દિવસથી ચાલી રહેલા હિંસક વાતાવરણને સામાન્ય જનજીવન ઠપ્પ છે. સ્કૂલ-કોલેજો તથા પબ્લિક ટ્રાંસપોર્ટ બંધ છે.
- હુર્રિયત કોન્ફરન્સ તથા જેકેએલએફ દ્વારા હડતાળની સમયમર્યાદા 22 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.
- આ અગાઉ શુક્રવારે 40 સ્થળોએ હિંસક ઘટના બનવાના અહેવાલ હતા. જેમાં 50 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
- આતંકી બુરહાન વાનીને 8 જુલાઈએ ઠાર માર્યા બાદથી રાજ્યમાં હિંસક માહોલ છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...