એક વર્ષમાં 3 વાર કરાવ્યા 14 વર્ષીય પુત્રીના લગ્ન, કંટાળી અંતે કર્યું આ કામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુઢની (બિહાર) : મુજ્ફફરપુરના કુઢનીમાં 1 14 વર્ષીય સગીરાના 1 વર્ષમાં 3 વાર લગ્ન કરાવવાની વાત સામે આવી છે. વારંવાર લગ્નને કારણે કંટાળી સગીરા પિતા પાસે પહોંચી ગઈ અને પોતે પુખ્તવયની ન થાય ત્યાંસુધી સાસરીએ નહીં જવાની વાત કરી દીધી. આ મામલે પિતા પણ રાજી થઈ ગયા. ત્રીજા પતિના પરિવારજનો ત્રાસ આપતા હોવાથી તે સાસરીમાંથી ભાગી હતી. સગીરાના પહેલા લગ્ન એક આધેડ સાથે થયા હતા, તેને છોડવા પર બીજા લગ્ન માનસિક બીમાર યુવક સાથે કરાયા હતા.
 
આમ થયો આ ઘટનાનો ખુલાસો...

- લદૌરા ગામની અમુક મહિલાઓ સદર હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તેમને આ બાળકી જોવા મળી હતી.
- મહિલાઓએ બાળકીને તેના પિતાનું સરનામું પૂછ્યું અને ત્યાં લઈ ગયા. અહીં સગીરાએ પોતાની આપવીતી સંભળાવતા તેને લાવનાર મહિલાઓ પણ રડી પડી હતી.
- નવમું ધોરણ પાસ કર્યા બાદ આર્થિક તંગીને કારણે તેના પરિવારે 3 વાર લગ્ન કરાવી દીધા હતા. 
- આ સમયે મહિલાઓએ ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક સાધ્યો, તેમણે સગીરા સાથે વાત કરી જેમાં તેણે પિતા સાથે જ રહેવાનું જણાવ્યું હતું. 
- આ સમયે સગીરાના પિતા પાસેથે લેખિતમાં આશ્વાસન લેવામાં આવ્યું કે તે પુત્રીના લગ્ન તેના 18 વર્ષના થવા પહેલા નહીં કરે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....)
અન્ય સમાચારો પણ છે...