તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

24 કલાક સુધી કરતો રહ્યો જીવંત કરવાનો દાવો, અંતે બોલ્યો- કોઈએ આત્મા ચોરી લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પટણાઃ સાંપે ડંખ મારી લેતા એક છોકરીનું મૃત્યુ થયું છે. મૃત્યુના 24 કલાક બાદ એક તાંત્રિકે છોકરીને ફરી જીવંત કરવાનો દાવો કર્યો. કલાકો સુધી તે છોકરી પર મંત્રથી ઝાડ-ફૂંક કરતો રહ્યો. આ દરમિયાન મૃતક છોકરીને બે લોકો પકડીને બેઠા રહ્યા અને તેની પી ઠ પર થાળી મૂકી રાખી, પરંતુ છોકરી જીવંત ન થઈ શકી.
હોસ્પિટલની સામે થતી રહી ઝાડ-ફૂંક...

- ઘટના પટણાના મસૌઢીના બસૌર ચકિયાની છે.
- બાળકીના મોત થયાના કલાકો સુધી તાંત્રિક ઝાડ નીચે છોકરી પર તંત્રવિદ્યા કરતો રહ્યો.
- પરિવારના લોકો એ આશાએ કે કદાચ તેમની દિકરી ફરીથી જીવંત થશ, તાંત્રિકની દરેક વાત માનતા રહ્યા.
- તાંત્રિકના આ ડ્રામાને જોવા માટે ઘણા લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા.
- કલાકો સુધી ચાલેલા આ ખેલ બાદ જ્યારે સફળતા ન મળી તો તાંત્રિક બોલ્યો કે, આ છોકરીની આત્મા કોઈએ ચોરી લીધી છે.
- હું તેની આત્માને શોધવાના પ્રયાસો કરીશ. પછી છોકરીઓ મૃતદેહ તેમના ઘરે લઈ ગયા.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, કેવી રીતે થઈ રહી હતી મોત બાદ તાંત્રિક વિધી...