#RIPAmma; PM એ કહ્યું, 'તે હંમેશા ગરીબો માટે વિચારતી, પ્રેરણાસ્ત્રોત બની રહેશે '

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્ક: તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ સોમવારની રાત્રે દુનિયાને અલવિદા કહી દીધા. તેઓ છેલ્લા 75 દિવસથી અપોલો હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ પર કહ્યું કે, 'તે હંમેશા ગરીબો અને હાંસિયામાં રહેલા લોકોની ભલાઇ માટે વિચારતા હતા. તે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.' રાહુલ ગાંધીએ પણ કહ્યું કે આપણે એક મહાન નેતાને ખોઇ દીધા છે.
બીજા નેતાઓએ શું કહ્યું
- બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહે ટ્વીટમાં કહ્યું કે, 'તેઓ જયલલીતાના નિધનથી ખૂબ જ દુખી છે. તેમના નિધનથી ભારતીય રાજનીતિમાં એક મોટુ ખાલીપન આવી ગયું છે.'
- સોનિયા ગાંધીએ કહ્યું કે, 'તેઓ જયલલીતાના નિધનથી ખૂબ જ દુખી છે.'
- કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું કે, જયલલીતા લોકોથી વાકેફ હતી.તેમના જવાથી એક રાજનીતિક શૂન્ય બની ગયું છે.'
અન્ય સમાચારો પણ છે...