દિલ્હી: તાજ મહલ યુનેસ્કોનું બીજું સર્વશ્રેષ્ઠ વિશ્વ વારસા સ્થળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: દુનિયાભરમાં પ્રેમના પ્રતીક તરીકે વિખ્યાત આગ્રાનો તાજ મહેલ બીજું સર્વશ્રેષ્ઠ યૂનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ છે. એક નવા સર્વેક્ષણમાં આ બાબત સામે આવી છે. કંબોડિયાનું અંગકોરવાટ પ્રથમ ક્રમે છે. તાજ મહેલ નિહાળવા દર વર્ષે 80 લાખ લોકો આગ્રા આવે છે. ઓનલાઇન ટ્રાવેલ પોર્ટલ ટ્રિપ એડવાઇઝરના આ સર્વેક્ષણમાં સમગ્ર વિશ્વના પર્યટકોના આધાર પર મૂલ્યાંકન કરાયું, જેના આધારે યૂનેસ્કો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ધરોહર સ્થળોની યાદી તૈયાર કરાઇ છે.


સર્વેક્ષણમાં અન્ય લોકપ્રિય સ્થળોમાં ચીનની દીવાલ સામેલ છે. પેરુ સ્થિત માચૂ પિચૂને ચોથું સ્થાન મળ્યું છે. બ્રાઝીલનો ઇગુઆજૂ નેશનલ પાર્ક, ઇટાલીનું સાસી ઑફ મતેરા, ઇઝરાયલનું જેરૂસલેમ શહેર તથા તુર્કીના ઇસ્તંબુલના ઐતિહાસિક સ્થળો પણ આ યાદીમાં સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...