• Gujarati News
  • National
  • Among These Names, The UK , Switzerland , Spain And Russia Made ​​public The Names Of The Citizens

બ્લેક મની: સ્વિસ બેન્કે યશ બિરલા સહિત રજૂ કર્યા પાંચ ભારતીય નામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી, બર્ન ( સ્વિટ્ઝરલેન્ડ ): કાળાં નાણાં મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સ્વિસ બેન્કમાં ખાતું ધરાવતા પાંચ વધુ ભારતીય નાગરિકોના નામ સામે આવ્યાં છે. તેમાં ઉદ્યોગપતિ યશ બિરલા, દિવંગત દારૂના વ્યાપારી પોન્ટી ચડ્ઢાના જમાઇ ગુરજિત સિંહ કોચર અને દિલ્હીની ઉદ્યોગપતિ રિતિકા શર્માનું નામ સામેલ છે. મુંબઈના સિટી લિમોઝીન કૌભાંડમાં સામેલ રહેલા બે લોકો સઈદ મોહમ્મદ મસૂદ અને સી.કૌસર મોહમ્મદ મસૂદના નામ પણ સામેલ છે. હકીકતમાં ભારત સરકારે તેમના વિશે કર સંબંધિત મામલાઓમાં પરસ્પર સહયોગના કરાર હેઠળ જાણકારી માગી છે. તે બાદ ગેઝેટમાં તેમના નામ છાપીને સ્વિસ સરકારે તેમને અપીલની એક તક આપી છે.

- બ્લેકમની : યશ બિરલા સહિત 5 નવા નામ
- સિકંજો: સ્વિસ બેન્કમાં ખાતાં ધરાવતા પોન્ટી ચડ્ઢાના જમાઈનું નામ પણ સામેલ
- ગેઝેટમાં નામ પ્રસિદ્ધ કરી સ્વિસ સરકારે તમામને અપીલની એક તક આપી

જો તેઓ પોતાની જાણકારી ભારત સરકારને ઉપલબ્ધ નથી કરાવવા ચાહતા તો તેમણે 30 દિવસની અંદર અપીલ કરવી પડશે. પોતાના દાવાના પક્ષમાં મજબૂત પુરાવા રજૂ કરવા પડશે. અન્યથા ભારત સરકારને જાણકારી આપી દે‌વાશે. જોકે, સ્વિસ ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન બિરલા અને બ્લેસિંગ એપેરલ કંપનીના માલિક રિતિકા શર્માની જાણકારી ભારતને પહેલા જ આપી ચૂકી છે. તે પાંચ ઉપરાંત બે અન્ય ભારતીયો સ્નેહલતા સાહની અને સંગીતા સાહનીનાં નામ પણ જાહેર થયાં છે. તેમની વિરુદ્ધ ભારતમાં પણ તપાસ ચાલી રહી છે.
યશનું નામ પહેલાં પણ આવ્યું હતું
સ્વિસ બેન્કમાં ખાતું રાખવા મુદ્દે યશ બિરલાનું નામ પહેલી વાર સામે નથી આવ્યું. એચએસબીસીની જે યાદી સામે આવી હતી તેમાં પણ તેનું નામ સામેલ હતું. ત્યારે તેમણે તે મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ વખતે તેમની તરફથી કોઇ નિવેદન નથી આવ્યું.
મહિનામાં 40 અંતિમ નોટિસ ઇસ્યુ થઇ
સ્વિસ સરકારે પોતાના ગેઝેટમાં આ મહિનામાં અત્યાર સુધીમાં 40 ફાઇનલ નોટિસ ઇસ્યુ કરી છે. તેમાં બિરલા અને શર્માનું સરનામું આપેલું છે. પણ અન્ય ભારતીયોનાં માત્ર નામ અને જન્મતારીખો આપેલી છે. અગાઉ અન્ય દેશોની માહિતી આપી હતી.
સંસદમાં પહેલેથી કડક સજાનો કાયદો

ભારતીય સંસદે તાજેતરમાં જ એક નવો કાયદો પાસ કર્યો છે. જેમાં વિદેશમાં ગેરકાયદેસર રીતે નાણાં રાખનાર ભારતીયો પર 10 વર્ષની જેલ અને 120 ટકા જેટલો ટેક્સ અને દંડ ફટકારવાની જોગવાઇ છે. જોકે, એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

આગળની સ્લાઇડ્સમાં વાચોઃ યશ બિરલા સામે લુકઆઉટ નોટિસ પહેલેથી રજૂ, પોન્ટી ચઢ્ઢાનો જમાઈ છે ગુરજીત સિંહ કોચર, એસઆઈટીને મળી સફળતા
અન્ય સમાચારો પણ છે...