તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકની હિન્દુ છોકરીને ભારતમાં એડ્મિશન અપાવશે સુષ્મા, કેજરીવાલ સાથે કરી વાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: સુષ્મા સ્વરાજે હવે પાકિસ્તાનની હિન્દુ રેફ્યુજી છોકરી મધુને એડ્મિશનમાં મદદ કરવાની વાત કરી છે. મધુ પાસે એડ્મિશનના પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે તેને દિલ્હી સ્કૂલમાં એડ્મિશન મેળવવામાં તકલીફ થઈ રહી છે. સુષ્માએ ટ્વિટ કરીને મધુને શનિવારે તેને મળવા માટે ઘરે બોલાવી હતી. ત્યારપછી મધુએ કહ્યું છે કે, સુષ્મા સ્વરાજે તેને એડ્મિશન અપાવવા માટેનો વિશ્વાસ અપાવ્યો છે. અપેક્ષા છે કે, મધુને સોમવારે એડ્મિશન મળી જશે.
શું છે સમગ્ર ઘટના....

- મધુ પાકિસ્તાનના પંજાબના પ્રોવિંસમાં રહેતી હતી. તે બે વર્ષ પહેલાં જ પરિવાર સાથે ભારત આવી છે.
- તેના મોટાભાગના ડોક્યુમેન્ટ પાકિસ્તાન રહી ગયા છે. તે કારણથી જ તેને એડ્મિશન મળવામાં તકલીફ થઈ રહી છે.
ન્યૂઝ વાંચીને મધુએ તેને ઘરે બોલાવી

- સુષ્માએ ટ્વિટ કરીને કહ્યું કે, મધુ મીડિયામાં મે આ સ્ટોરી વાંચી. મને કાલે સાંજે સાત વાગે આવીને મળજે.
- સુષ્માના ફોલોઅર્સે આ ન્યૂઝ સાથે તેમને ટેગ કરી દીધા. તેમને મદદ કરવાની અપીલ કરવામાં આવી હતી.
સુષ્માને મળ્યા પછી શું કહ્યું મધુએ

- મધુએ શનિવારે સાંજે સુષ્મા સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી મધુએ જણાવ્યું કે, હું સ્કૂલમાં એડ્મિશન માટે સ્ટ્રગલ કરતી હતી. કારણકે મારી પાસે આધાર કાર્ડ નથી. વિદેશ મંત્રાલયે મને સોમવારે એડ્મિશન અપાવવાનો વાયદો કર્યો છે.
- સુષ્મા સ્વરાજે આ વિશે અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી હતી. હવે મને બહુ જલ્દી એડ્મિશન મળી જશે.
સુષ્માએ આ પહેલાં મશાલ માહેશ્વરીની મદદ કરી હતી

- આ પહેલાં સુષ્માએ મે મહિનામાં 17 વર્ષની મશાલ માહેશ્વરીની મદદ કરી હતી. મશાલ પણ પાકિસ્તાનની હતી.
- મશાલને મેડિકલ કોલેજમાં એડ્મિશન મળતુ નહોતું. મશાલની પણ સુષ્માએ જ મદદ કરી હતી.
- તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, મશાલ- મારા બચ્ચા નિરાશ ન થતી, હું પર્સનલી તારા મેડિકલ કોલેજમાં એડ્મિશન વિશે તપાસ કરીશ.
મશાલના માતા-પિતા પાકિસ્તાનના હૈદરાબાદમાં ડોક્ટર હતા

- મશાલના માતા-પિતા હૈદરાબાદમાં ડોક્ટર હતા. તેમની ત્રણ લાખ રૂપિયા માસિક કમાણી હતી.
- પરંતુ એક વાર તેમનું અપહરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બહુ મુશ્કેલી પછી તેઓ ત્યાંથી બચીને નીકળ્યાં અને દીકરીના ભવિષ્ય માટે ધાર્મિક વિઝા લઈને જયપુર આવી ગયા હતા.
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો