કેન્સર પીડિત PAK મહિલાએ કહ્યું- મદદ કરો, સુષ્માએ આપ્યા વિઝા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: સુષ્મા સ્વરાજે કેન્સર પીડિત પાકિસ્તાની મહિલાને માનવતાના આધારે મેડિકલ વિઝા અપાવવાનો વિશ્વાસ અપાવ્યો છે. ફૈઝા તનવીર નામની પાકિસ્તાની મહિલાએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે ભારતમાં સારવાર કરાવવા માટે ટ્વિટર ઉપર મદદ માગી હતી. ફૈઝાએ સ્વતંત્રતા દિવસની વાત કરીને મદદ માગી હતી. 
 
સુષ્માએ કહ્યું- તમારી શુભેચ્છાઓ માટે આભાર...
 
- સુષ્માએ ફૈઝાને મેડિકલ વિઝા આપવાની વાત રવિવારે ટ્વિટર દ્વારા કરી હતી. તેમણે ટ્વિટ કર્યું છે કે, ભારતના સ્વતંત્રતા દિવસે તમારી શુભેચ્છાઓ માટે તમારો આભાર. અમે તમને ભારતમાં આવવા માટે વિઝા આપી રહ્યા છીએ.
 
પાક. મહિલાએ શું કર્યું હતું ટ્વિટ

- ફૈઝા તનવીરે સુષ્મા સ્વરાજ પાસે ટ્વિટર પર મદદ માગી હતી. તેમણે લખ્યું હતું કે, સુષ્મા સ્વરાજ મેમ તમે મારા માટે મા જેવા છો, પ્લીઝ મેમ મને મેડિકલ વિઝા અપાવી દો. આ 70માં આઝાદીના પર્વની ખુશીમાં મારી મદદ કરી દો. આભાર.
 
અઢી વર્ષના બાળકને પણ આપ્યા વિઝા

- પાકિસ્તાનના એક વ્યક્તિએ @KenSid2 યુઝર્સે 24મેના રોજ એક ટ્વિટ કરી હતી. આ વ્યક્તિએ ટ્વિટમાં સુષ્મા અને નવાઝ શરીફના ફોરેન અફેર્સ એડ્વાઈઝર સરતાજ અઝીઝને ટેગ કરીને લખ્યું છે કે, મારા દીકરાને મેડિકલ ટ્રીટમેન્ટને કેમ ન મળવી જોઈએ? શું સર અઝીઝ અને મેડમ સુષ્મા સ્વરાજ આ વાતનો જવાબ આપશે?
- 7 દિવસ પછી સુષ્મા સ્વરાજે આ વ્યક્તિને ટ્વિટ કરીને જવાબ આપ્યો હતો. કહ્યું હતું કે, ભારત તમને મેડિકલ વિઝા જરૂર આપશે. બાળકને કોઈ તકલીફ નહીં થાય. તમે ઈન્ડિયન હાઈકમિશન સાથે સંપર્ક કરો. તેણે એ પ્રમાણે કર્યું અને 2 જૂનના રોજ તેમને વિઝા મળી ગયા.
 
મેડિકલ વિઝા માટે પાકિસ્તાન છે ભારત પર આધારિત

- પહેલાં સાઉથ એશિયાઈ દેશોના મોટા ભાગના દર્દીઓ મેડિકલ વિઝા માટે સિંગાપોર અથવા થાઈલેન્ડ તરફ જતા હતા પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની મેડિકલ સુવિધામાં ઘણો સુધારો થયો છે. હવે એશિયાઈ દેશોના મોટાભાગના દર્દીઓ સારવાર માટે ભારત જ આવે છે.
- દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દર મહિને અંદાજે 500 જેટલા દર્દીઓ પાકિસ્તાનથી સારવાર માટે આવે છે. તેમાં ખાસ કરીને લિવર ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ પણ હોય છે. અપોલોમાં આ વિશે અંદાજે રૂ. 30 લાખ ખર્ચ થાય છે જ્યારે યુરોપ અથવા બાકીના દેશોમાં આ ખર્ચ છથી સાત ગણો વધારે હોય છે. બીજી વાત એ કે ભારતમાં ભાષાની વધારે તકલીફ નથી થતી.
- બે વર્ષ પહેલાં પણ જ્યારે સીમા ઉપર સ્થિતિ ખરાબ હતી ત્યારે ભારતે બસ્મા નામની પાકિસ્તાની બાળકીને ઈમરજન્સી મેડિકલ વિઝા આપ્યા હતા. 
 
આગળની સ્લાઈડમાં જુઓ સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાની મહિલાની ટ્વિટ
અન્ય સમાચારો પણ છે...