ન.મો.ના નેતૃત્વમાં લડવા માટે બિહારના સુ.મો. તૈયાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

35 વર્ષથી નરેન્દ્ર મોદીને ઓળખું છું, અમારી વચ્ચે ફૂટ પડાવવાનો મીડિયા કરે છે પ્રયાસ

રવિવારે નવીદિલ્હી ખાતે જેડીયુએ 'અધિકાર રેલી' યોજીને બિહારને સ્પેશ્યલ સ્ટેટ્સ આપવાની માંગણી કરી હતી. બીજી બાજુ, બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશિલ કુમાર મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓ લડવાની તૈયારી દાખવી હતી.

બે દિવસની કાર્યકારિણીની બેઠકમાં અરૂણ જેટલીએ એનડીએની એકતા પર ભાર મુક્યો હતો. તેમણે નીતીશ દ્વારા બિહારના મેકઓવરની પ્રશંસા કરી હતી અને એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.

બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશિલ કુમાર મોદીએ કહ્યું હતું, ''હું નરેન્દ્ર મોદી સાથે એબીવીપીના સમયથી સંકળાયેલો છું. મીડિયા દ્વારા મારી અને મોદીની વચ્ચે મતભેદો ઊભા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમને ખાતરી છેકે, વર્ષ 2014નો ચૂંટણીજંગ ભાજપની વિચારધારા અને કોંગ્રેસ પરિવાર વચ્ચે લડાશે. જો પાર્ટી નક્કી કરે તો અમે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડવાનો નિર્ણય કરે તો અમે તૈયાર છીએ. ''

સુશીલકુમારના કહેવા પ્રમાણે, જેડીયુ અને ભાજપના ગઠબંધને લાલુપ્રસાદને પરાજીત કરવા માટે બારે મહેનત કરી હતી. હવે બિહાર પ્રગતિના પથ પર આગળ વધ્યું છે. કોંગ્રેસ હવે ડૂબતું જહાજ છે અને હવે જે આ જહાજની સવારી કરશે તે પણ ડૂબશે. આ તકે શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે, ''ન.મો. (નરેન્દ્ર મોદી) અને સુ.મો. (સુશીલ મોદી) છે સાથે, સુ.મો. છે દબંગ ''

દરમિયાન ભાજપે તા. 15મી એપ્રિલના નિર્ધારેલ 'હુંકાર રેલી'ને તા. 27મી ઓક્ટોબર પર મોકૂફ કરી દીધી છે. આ જાહેરાત બિહાર ભાજપના નેતા મંગલ પાંડેએ કરી હતી. અગાઉ બિહાર ભાજપના અધ્યક્ષ સી.પી. ઠાકુરે મોટાપાયે હુંકાર રેલી યોજવાનું નક્કી કરેલું. તેમણે આ રેલીમાં ગુજારતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાનું નક્કી કરેલું.