તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદ્રાસ: સુ્પ્રીમ કોર્ટે પરિણામનો સ્ટે હટાવ્યો, 26 જૂને NEETનું રિઝલ્ટ જાહેર થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી:  સુપ્રીમકોર્ટે સોમવારે નીટનાં પરિણામ જાહેર કરવા પરનો મનાઈહુકમ દૂર કરી દીધો છે. સાથે જ સુપ્રીમે સીબીએસઇને રિઝલ્ટ તૈયાર કરવા અને સમયપત્રક મુજબ કાઉન્સલિંગ અને એડમિશન પ્રક્રિયા શરૂ કરવાનો પણ નિર્દેશ આપી દીધો છે. સુપ્રીમના ચુકાદા બાદ સીબીએસઇએ બે અઠવાડિયામાં રિઝલ્ટ જાહેર કરવાની વાત કહી હતી એટલે કે 26 જૂન સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે. એમબીબીએસ અને બીડીએસમાં પ્રવેશ માટે પરીક્ષા આપનાર અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને સુપ્રીમકોર્ટના ચુકાદાને પગલે રાહત મળી છે. 

સુપ્રીમકોર્ટના જસ્ટિસ પી.સી. પંત અને દીપક ગુપ્તાની બેન્ચે જોકે સ્પષ્ટ કર્યું હતું કે જાહેર કરાયેલાં રિઝલ્ટના આધારે થયેલા એડમિશનના ભવિષ્ય પર સુપ્રીમકોર્ટના અંતિમ ચુકાદાની અસર પડી શકે એમ છે. સુપ્રીમકોર્ટે દેશની તમામ હાઇકોર્ટોને નીટ-2017 સાથે જોડાયેલી કોઈ પણ અરજી પર સુનાવણી નહીં કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અંગ્રેજી, હિન્દી તથા ગુજરાતી સહિતની પ્રાદેશિક ભાષાઓમાં નીટના અલગ-અલગ પ્રશ્નપત્રો મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે 24 મેના રોજ રિઝલ્ટ જાહેર કરવા પર સ્ટે આપ્યો હતો. 
 
આગળ વાંચો, મદ્રાસ હાઇકોર્ટે આપ્યો હતો સ્ટે
અન્ય સમાચારો પણ છે...