તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્જિકલ સ્ટ્રાઈક બાદ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ - મોદીએ પાકિસ્તાનને સજા આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી. ભારતીય આર્મીએ ગુરુવારે દાવો કર્યો કે પાકિસ્તાનની સાથે સંકળાયેલી નિયંત્રણ રેખા પર આર્મીએ સર્જિકલ સ્ટ્રાઈક કર્યું છે. આર્મીના ડીજીએમઓએ કહ્યું કે, નિયંત્રણ રેખા પર આતંકવાદીઓની ગતિવિધિની સૂચના મળ્યા બાદ ભારતીય આર્મીએ બુધવાર રાત્રે તેમની પર સર્જિકલ સ્ટ્રાઈક્સ કરી છે અને આ હુમલામાં અનેક આતંકવાદી માર્યા ગયા છે. આ સમાચારને લઈને વિશ્વમાં #ModiPunishesPak એટલે કે મોદીએ પાકિસ્તાનને સજા આપી અને ઈન્ડિયન આર્મી ટ્રેન્ડ થઈ રહ્યું છે.
ટ્વીટર યૂઝર્સે કંઈક આવી આપી પ્રતિક્રિયાઓ
- મુકેશ કુમાર નામના યૂઝરે લખ્યું છે કે, ભારત માટે ગર્વનો સમય છે આપણે લોકોએ તેઓને પાઠ ભણાવી દીધો છે. ધન્યવાદ મોદીજી.
- પ્રજ્ઞા ભૂષણે લખ્યું છે કે, આ સમયે તે લોકોને બર્નોલની જરૂર છે જેઓએ 56 ઈંચની છાતી સામે દિવસ-રાત પ્રશ્નો ઊભા કર્યા હતા.
- ચિકન બિરયાની નામના એક ટ્વીટર હેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે, ગઈ રાત સાચી રીતે દિવાળી ઉજવી. ભારતીય આર્મીને વધુ તાકાત મળે.
- અંકિત મહેતાએ લખ્યું – તમામ ભારતીયો માટે ગર્વનો સમય છે. અમારી સેનાને સલામ છે. ભારત સિંહ છે અને મોદીજીએ સાબિત કર્યું કે તેઓ માત્ર વાત નથી કરતા.
રુષિ બગ્રીએ લખ્યું કે, મોદીએ આ હુમલાની સાથે પોતાનું કડક વલણ સાબિત કરી દીધું કે હું દેશને ઝૂકવા નહીં દઉં.
આગળની સ્લાઈડમાં જુઓ, #ModiPunishesPak હેશટેગ હેઠળ ટ્વીટર યૂઝર્સે કેવા વિચારો રજૂ કર્યા....
અન્ય સમાચારો પણ છે...