આકાશનો સફળ ટેસ્ટ: ફાઈટર જેટ,ક્રૂઝ-બેલિસ્ટિક મિસાઈલ તોડી પાડવા સક્ષમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાલસોર: ભારતે અહીં મંગળવારે આકાશ મિસાઈલનો સફળ ટેસ્ટ કર્યો છે. તે સાથે જ ભારત હવે જમીનથી હવામાં નિશાન લગાવી શકે તેવી કોઈ પણ મિસાઈલ બનાવી શકે છે.

 

મિસાઈલે પાયલટ વગરના પ્લેન પર નિશાન લગાવ્યું


- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આકાશને સંપૂર્ણ રીતે ભારતમાં બનાવવામાં આવ્યું છે. ટેસ્ટ દરમિયાન મિસાઈલને ચાંદીપુર પાસે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR)થી ટાર્ગેટ કરવામાં આવ્યું છે. તેણે એક પાયલટ વગરના પ્લેન પર નિશાન લગાવ્યું હતું.
- ઓફિશિયલ સ્ટેટમેન્ટ પ્રમાણે રડાર સહિતરડાર સહિત ઘણાં ઈક્વિપમેન્ટ્સથી મિસાઈલની ડિરેક્શન પર નજર રાખી શકાય છે.
- આકાશને ટૂંક સમયમાં આર્મીમાં જમીનથી હવામાં મારવાવાળી શોર્ટ રેન્જ મિસાઈલ તરીકે સામેલ કરવામાં આવશે.

 

મિસાઈલની આ છે ખાસિયત


- સ્ટ્રાઈક રેન્જ- 25 કિમી
- વોરહેડ લઈ જવાની ક્ષમતા- 55 કિલો
- કોઈ પણ સિઝનમાં આ મિસાઈલથી ટાર્ગેટ કરી શકાય છે.
- લો, મીડિયમ અને હાર્ડ એલ્ટીટ્યૂડ (ઉંચાઈ) પર ટાર્ગેટ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...