આરુષિનાં માતા-પિતાને સુપ્રીમ કોર્ટે ના આપી રાહત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે સોમવારે તલવાર દંપતીની અરજી ફગાવી દીધી. અરજી કરીને દંપતીએ માગણી કરી હતી કે તેમના નિવેદન પહેલાં નીચલી અદાલત ૧૪ સાક્ષીઓનાં નિવેદન નોંધી લે. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના આદેશને સીધા સુપ્રીમમાં પડકારવા બદલ પણ ઠપકો આપતાં જણાવ્યું હતું કે તેઓ પ્રથમ હાઇકોર્ટનો સંપર્ક કરે. જોકે દંપતીના વકીલે સ્પષ્ટતા કરી કે સમય ઓછો હોવાથી સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

સીબીઆઇની અદાલતે પહેલાં ૧૪ સાક્ષીનાં નિવેદન લેવા તલવાર દંપતીએ કરેલી વિનંતીને ફાવી દીધી હતી. રાજેશ અને નૂપુર તલવારે ભૂતપૂર્વ સીબીઆઇ નિયામક અરુણકુમારનું નિવેદન લેવાની પણ માગણી કરી હતી. નીચલી અદાલતે તમામ માગણીઓ ફગાવી બંનેને ૬ મેના રોજ નિવેદન નોંધાવવા જણાવ્યું હતું.