તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુબ્રતો રોયની ધરપકડ કરી ૪થીએ ૨ વાગે રજૂ કરો : સુપ્રીમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સહારાના સુબ્રતો રોયના ઘરેથી પોલીસ ખાલી હાથે પાછી ફરી
સુપ્રીમ સમક્ષ હાજર નહીં થવા બદલ સુબ્રતો રોયે માફી માગી


બીમાર માતાની સેવા માટે સહારાના પ્રમુખ સુબ્રતો રોયે સુપ્રીમકોર્ટ સમક્ષ હાજર થવામાંથી છૂટ માગી છે. પરંતુ કોર્ટે તેમની માગણી સ્વીકારી નહીં અને વોરંટ ઈસ્યુ કરી દીધું. આ બિનજામીનપાત્ર વોરંટ સાથે ઉત્તર પ્રદેશ પોલીસ ગુરુવારે તેમના લખનઉ ખાતેના નિવાસસ્થાને પહોંચી પરંતુ તેઓ મળ્યા નહીં. બીજી તરફ દિલ્હીમાં વોરંટ રદ કરાવવા તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી. વ્યક્તિગત રીતે હાજર નહીં રહેવા બદલ માફી પણ માગી અને વચન આપ્યું કે ૪ માર્ચે તેઓ કોર્ટ સમક્ષ અચૂક હાજર થશે.

સહારા જૂથની બે કંપનીઓ રોકાણકારોને રૂપિયા ૨૦હજાર કરોડ પરત કરવાના સુપ્રીમના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. આ કેસમાં કોર્ટના તિરસ્કારની અરજીઓની સુનાવણી દરમિયાન બુધવારે તેમને હાજર થવાનો આદેશ અપાયો હતો. સહારાના ત્રણ ડિરેક્ટર તો હાજર થયા હતા પરંતુ રોય હાજર ન થયા.

તેમના વકીલ રામ જેઠમલાણીએ કહ્યું સુબ્રતો તેમની ૯૨ વર્ષની બીમાર માતાની સેવામાં છે. તેમને છૂટ આપવામાં આવે. જો કે સુપ્રીમ કોર્ટે તેમની આ દલીલ સ્વીકારી નહીં. કોર્ટે કહ્યું ૨પ ફેબ્રુઆરીએ રોયની અરજી ફગાવાઈ છે માટે કોઈ રાહત મળશે નહીં. કોર્ટે વોરંટ ઈસ્યુ કરી ૪ માર્ચ સુધીમાં રોયની ધરપકડ કરી તેમને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો.

આગળ વાંચો વધુ વિગત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો