• Gujarati News
  • Supreme Court To Italian Ambassador Can Not Claim Immunity

ન્યાયતંત્રને સમજો છો શું? સુપ્રિમે ઈટાલીયન રાજદૂતને રોકડું પરખાવ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નૌસૈનિકોને ૨૨ માર્ચ સુધીમાં હાજર કરવા આદેશ, બીજી એપ્રિલ સુધી રાજદૂત પણ ભારત છોડી નહીં શકે
રાજદૂતને કોઇ રાજદ્વારી સંરક્ષણ ન આપવા પણ તાકીદ
સુપ્રીમ કોર્ટે સોમવારે ઇટાલીના રાજદૂત ડેનિયલ મેનસિનીએ કડક શબ્દોમાં આદેશ આપ્યો હતો કે તમે અમારી ન્યાયિક વ્યવસ્થાને શું સમજો છો? સાથોસાથ તેમને અપાતા રાજનીતિક સંરક્ષણને પણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. સુપ્રીમે તેમને નિર્દેશ આપ્યો હતો કે ૨૨ માર્ચ સુધીમાં બન્ને નૌસૈનિકોને અહીં હાજર કરવા.
સુપ્રીમમાં સોમવારે ભારતીય માછીમારોની હત્યાના મામલે સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન અદાલતે ઇટાલીયન રાજદૂત ડેનિયલ મેનસિનીને દેશ છોડીને જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો, અને તેઓ બીજી એપ્રિલ સુધી દેશ છોડીને જઇ નહીં શકે. એ જ દિવસે ફરીથી સુનાવણી હાથ ધરાશે. ઇટાલીયન સરકાર કે રાજદૂતે આ મામલે કોઇ જ પ્રતિક્રિયા આપી નથી.
અદાલતમાં તેમના વતી વકીલ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. રોહતગીએ તેમને રાજનીતિક સંરક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો. તે મુદે કોર્ટે જણાવ્યું હતું કે જે વ્યક્તિ અરજદાર તરીકે અદાલતમાં આવ્યો છે તેને કોઇ સંરક્ષણ આપવાનો સવાલ જ નથી ઉઠતો.
કેસ તો થશે જ: ચાંડી
કેરળ વિધાનસભામાં ઇટાલીયન નૌસૈનિકોના મુદા પર સોમવારે જોરદાર હંગામો થવા પામ્યો હતો. જેને શાંત કરવા મુખ્યમંત્રી ઓમાન ચાંડીએ ગૃહને આશ્વાસન આપ્યું હતું કે ઇટાલીયન સૈનિકોને કોઇ પણ સંજોગોમાં કેસનો સામનો કરવો જ પડશે. તેમના જવાબમાં અસંતુષ્ટ વિપક્ષોએ વોકઆઉટ કર્યો હતો. ચાંડીએ જણાવ્યું હતું કે બે ભારતીય માછીમારોના હત્યારા ઇટાલીયન સૈનિકોને ભારત પાછા બોલાવવા માટે જે કંઇ પણ કરવું પડશે તે કરાશે.
અમે મેનસિની દ્વારા આપવામાં આવેલી ખાતરીનું સમ્માન કરીએ છીએ, અને અમે નૌસૈનિકોને ચાર સપ્તાહની અનુમતિ આપી હતી જે સમય અવધિ ૨૨ માર્ચના રોજ પૂર્ણ થઇ રહી છે. હજી તેમને પાછા આવવામાં થોડો સમય બાકી છે. તેમણે હજુ અમારા આદેશનું ઉલ્લંઘન નથી કર્યું.
-સુપ્રીમ કોર્ટ
કોર્ટના આદેશનું પાલન થશે
ભારત આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોનું સંચાલન કરતી વિયેના સંધિની જોગવાઈઓ અને પોતાની ફરજો અંગે સંપૂર્ણપણે વાકેફ છે પણ તે સુપ્રીમ કોર્ટના આદેશ સાથે પણ બંધાયેલું છે.’ -સૈયદ અકબરુદ્દીન, પ્રવક્તા, વિદેશ મંત્રાલય