તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપ્રીમનો સરકારને ઝટકો: પશુઓની હત્યા માટેના ખરીદ-વેચાણ પર પ્રતિબંધના નિયમ પર સ્ટે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા પશુઓની હત્યા માટે થતા ખરીદ-વેચાણ પર જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું તે લાગુ કરવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આ નોટિફિકેશન પર સમગ્ર દેશમાં સ્ટે લગાવવાના મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને સાચો ગણાવ્યો છે. 
 
શું કહ્યું સુપ્રીમે?

- સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ નોટિફિકેશનના નોટિફિકેશનમાં ફેરફાર નહીં કરે ત્યાં સુધી તેને રિનોટિફાઈ કરી શકાશે નહીં. ત્યાં સુધી આ નોટિફિકેશન ઉપર સ્ટે ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર જ્યારે ફરી આ નોટિફિકેશન જાહર કરશે ત્યારે તેમણે જનતાને થોડો સમય આપવો પડશે.
- સુપ્રીમ કોર્ટે વધુમાં આ પ્રકારની દરેક અરજીનો ઉકેલ લાવતા કહ્યું છે કે, કોઈ પણ નવો નોટિફિકેશન બનશે ત્યારે તેને કોર્ટમાં પડકાર આપી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા પશુઓની હત્યા માટે તેના ખરીદ-વેચાણ સામેના પ્રતિબંધના વિરોધમાં એક અરજી કરવામાં આવી હતી.  
કેન્દ્ર સરકારે કહ્યું- ત્રણ મહિનાનો સમય જોઈશે
 
કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું છે કે, આ નોટિફિકેશન વિશે રાજ્ય સરકારોમાંથી ઘણાં સૂચનો અને વિરોધ આવ્યા છે જે વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર હાલ આ નોટિફિકેશન લાગુ નથી કરતી અને તેમાં ફેરફાર કરવા માટે અંદાજે 3 મહિના જેટલો સમય લાગશે. ત્યારપછી કેન્દ્ર સરકાર આ નોટિફિકેશનમાં ફેરફાર કરીને તેને ફરી રજૂ કરશે. કેન્દ્ર સરકાર ઓગસ્ટના અંત સુધીમાં નવુ નોટિફિકેશન જાહેર કરે તેવી શક્યતા છે.
અન્ય સમાચારો પણ છે...