તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધશે મમતાની મુશ્કેલી, નારદા સ્ટિંગમાં CBI તપાસ પર સ્ટેનો SCનો ઈનકાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: મંગળવારે તૃણમુલ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાં વધુ એક આંચકો લાગ્યો. નારદા સ્ટિંગ કેસની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાના હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાનો સુપ્રીમે ઈનકાર કરી દીધો. ત્રણ જ્જોની બેન્ચે નોંધ્યું હતું કે, હાલના તબક્કે તપાસ પર સ્ટે મૂકવો યોગ્ય નહીં રહે. જેના પગલે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી તથા તૃણમુલ કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. 

તૃણમુલ કોંગ્રેસના પ્રધાનો વતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી તથા કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. તેમણે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમ દ્વારા તપાસ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે સર્વોચ્ચ અદાલતે નકારી કાઢ્યો હતો. સુપ્રીમે નોંધ્યું હતું કે, અરજીમાં કોઈ વજૂદ નથી જણાતું. સાથે જ 72 કલાકમાં પ્રાથમિક તપાસ કરીને કેસ દાખલ કરવાનીહાઈકોર્ટની મુદ્દતને વધારીને એક મહિનાની કરી આપી હતી.
 
પશ્ચિમ બંગાળ સરકારે સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરી હતી. જેમાં દલીલના આધાર અને ભાષા પર સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો હતો અને ફગાવી નારાજગી વ્યક્ત કરી હતી. 
સુપ્રીમની ટિપ્પણી બાદ પશ્ચિમ બંગાળ સરકારે તેની અરજી પાછી ખેંચી લીધી હતી અને વકીલે બિનશરતી માફી માંગી હતી. 

ગત સપ્તાહે હાઈકોર્ટની બેન્ચે ગત સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે સ્વંતત્ર અને નિષ્પક્ષ એજન્સી દ્વારા સ્ટિંગ ઓપરેશનની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. જેની સામે મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓ અગાઉ વેબસાઈટ નારદ દ્વારા સ્ટિંગ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેમાં તૃણમુલ કોંગ્રેસના ધારાસભ્યો, સાંસદો તથા નેતાઓને કામના બદલામાં કથિત રીતે લાંચ લેતા જોઈ શકાય છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો