કોર્ટનું અપમાન કરનારા કલમથી નહીં, દિલથી માફી માગે: સુપ્રીમકોર્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોર્ટનું અપમાન કરનારા કલમથી નહીં, દિલથી માફી માગે: સુપ્રીમકોર્ટ
- કોર્ટે કહ્યું- દુ:ખ હોવાની વાત કહેવી અને તેને અનુભવવી બે અલગ-અલગ વાતો છે

સુપ્રીમકોર્ટે કહ્યું છે કે કોર્ટનું અપમાન કરનાર વ્યક્તિએ માત્ર કાગળ પર માફી માગવી ન જોઇએ. તેમણે પોતાનું દુ:ખ કાગળ પર વ્યક્ત કરવાની જગ્યાએ દિલથી પોતાનો ખેદ વ્યક્ત કરવો જોઇએ. સુપ્રીમકોર્ટે મેરઠના એક વકીલ બાલકિશન ગીરીની અપીલ ફગાવતાં આ ટિપ્પણી કરી હત. ગીરીએ અલાહાબાદ હાઇકોર્ટના ત્રણ જજોની ઇમાનદારી પર શંકા વ્યક્ત કરી હતી. જે મામલે કોર્ટે તેમને એક મહિ‌નાની સજા ફટકારી હતી.

જસ્ટિસ બી. એસ. ચૌહાણ અને જસ્ટિસ એ. કે. સિકરીની બેન્ચે જણાવ્યું હતું કે,'માફી માત્ર કાગળ પર માગવી જોઇએ નહીં. તમે દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છો તે તે માત્ર કલમથી નહીં દિલથી દુ:ખ વ્યક્ત કરવું જોઇએ. દુ:ખ હોવાની વાત કહેવી અને દુ:ખને ખરેખર અનુભવવું બે અલગ-અલગ વાતો છે.’