તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીની અરજીઓ અંગે સુપ્રીમમાં 2 ડિસેમ્બરે સુનાવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: નોટબંધી અંગેની અરજીઓ અંગે સુપ્રીમકોર્ટ 2 ડિસેમ્બરે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુરની બેન્ચ નોટબંધીની બંધારણીય કાયદેસરતા અને લોકોને પડી રહેલી તકલીફ બંને મુદ્દા સાંભળશે. દેશભરની અદાલતોમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ દિલ્હી તબદિલ કરવા અંગેની કેન્દ્રની અરજી ઉપર પણ તે જ દિવસે સુનાવણી થશે. બેન્ચે એટર્ની જનરલ મુકુલ રોહતગીને જણાવ્યું હતું કે નોટબંધી અંગે કેન્દ્ર ઇચ્છે તો સુધારેલું સોગંદનામું દાખલ કરી શકે છે.

એક અરજદારના વકીલ કપિલ સિબ્બલે માગણી કરી છે કે કોર્ટ મંગળવારે જ સુનાવણી શરૂ કરી દે. રોહતગીએ તેનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે તમામ અરજદારોને કોર્ટ સુધી પહોંચવાનો સમય આપવામાં આવે.
તે અગાઉ ગુરુવારે કેન્દ્રએ સોગંદનામું દાખલ કરીને સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે નોટબંધી કાળું નાણું અને આઝાદી બાદ ચાલી આવી રહેલી સમાનાંતર વ્યવસ્થાને તોડવાનું એક મજબૂત પગલું છે. તે અગાઉ કોર્ટે દેશભરમાં નોટબંધી વિરુદ્ધ દાખલ થઈ રહેલી અરજી ઉપર રોક લગાવવા માટેની કેન્દ્રની અરજીને ફગાવી દીધી હતી.

નોટબંધી અંગે માર્ગદર્શન માટે હાઇકોર્ટનો ઇનકાર
દિલ્હી હાઇકોર્ટે નોટબંધી અંગે કોઈ પણ જાતનું માર્ગદર્શન આપવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ જી. રોહિણી અને જસ્ટિસ બી. કે. રાવની બેન્ચે એક અરજદારની માગણી ઉપર એક અઠવાડિયામાં નાણાં ઉપાડવાની મર્યાદા ઉપાડવા સંબંધે કોઈ પણ માર્ગદર્શન આપવાનો ઇનકાર કરી દીધો છે. બેન્ચે જણાવ્યું હતું કે કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાને કારણે અમે કોઈ માર્ગદર્શન ન આપી શકીએ.
અન્ય સમાચારો પણ છે...