તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઈકોર્ટના જજીસની નિયુક્તિ યુદ્ધના ધોરણે કરાશે : સુપ્રીમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ સુપ્રીમકોર્ટે જણાવ્યું કે હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મેમોરેન્ડમ ઓફ પ્રોસિઝર (એમઓપી)ની મંજૂરી મળી ગઇ છે અને હાઈકોર્ટમાં ખાલી જગ્યાઓ ભરવા માટે ન્યાયમૂર્તિઓની નિયુક્તિની પ્રક્રિયા યુદ્ધના ધોરણે કરવામાં આવશે. હાઈકોર્ટમાં જજીસની સંખ્યા 25%  વધી જશે

ચીફ જસ્ટિસ જે.એસ.ખેહરના નેતૃત્વવાળી બેન્ચે અદાલતોમાં પડતર જંગી કેસોની સંખ્યા ઘટાડવા માટે ખાલી પડેલી જગ્યાઓ ભરવાની માગણી કરતી દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીનો નિકાલ કરતા  જણાવ્યું કે આ દિશામાં પ્રગતિ સાધવામાં આવી છે અને હાઇકોર્ટ્સમાં જજીસની સંખ્યા 25 ટકા સુધી વધી જશે. આ બેન્ચમાં જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડનો પણ સમાવેશ થયા છે. બેન્ચે એવું પણ જણાવ્યું કે પ્રથમ તબક્કાએ અમે હાઇકોર્ટ જજીસની ખાલી જગ્યાઓ ભરવા પર ધ્યાન આપીશું અને ત્યાર પછી હાઇકોર્ટ્સના જજીસની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરીશું.  

બેન્ચે એવું પણ જણાવ્યું કે પડતર કેસોની સંખ્યા ઘટાડવા અને   કેસો પડતર રહેવાની અવધિ ત્રણ વર્ષ કરવાના માર્ગો સૂચવવા માટે સુપ્રીમકોર્ટના વરિષ્ઠ જજીસની એક સમિતિ બનાવવામાં આવી છે. બેન્ચે આ મુદ્દા સાથે સંબંધિત અન્ય અરજીઓનો પણ નિકાલ કર્યો છે.
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો