તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુજાતાસિંહ બન્યા દેશના વિદેશ સચિવ, વડાપ્રધાને મારી મંજૂરીની મહોર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોઈ પાડોશી દેશમાં કામ કરવાનો અનુભવ નહીં
ચાલી રહેલી અટકળો પર વિરામ

જર્મની ખાતે ભારતના રાજદુત સુજાતા સિંહ દેશના આગામી વિદેશ સચિવ બનશે. વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘે તેમની નિમણૂંકની ઉપર મંજૂરીની મહોર મારી દીધી છે. સામાન્ય રીતે વિદેશ સચિવે ભારતના કોઈ ને કોઈ પાડોશી દેશમાં કામ કર્યું હોય છે, પરંતુ સુજાતાસિંહને આવો કોઈ અનુભવ નથી. તેમણે મોટાભાગનો કાર્યકાળ યુરોપમાં જ પસાર કર્યો છે.

59 વર્ષીય સુજાતા વર્ષ 1976ની બેચના આઈએફએસ અધિકારી છે. તેમની સાથે સ્પર્ધામાં ચીન ખાતે ભારતના રાજદૂત એસ. જયશંકર પણ હતા. ચીન ખાતે તેમણે બજાવેલી સુંદર કામગીરીને કારણે તેઓ પણ આ દોડમાં હતા. જો કે, તેઓ સુજાતા સિંહ કરતા એક બેચ જુનિયર છે.

સુજાતા સિંહ આવતા વર્ષે જુલાઈમાં રિટાયર્ડ થવાના હતા, પરંતુ હવે તેઓ સચિવ બનીગયા છે. આથી તેમનો કાર્યકાળ બે વર્ષ માટે વધી ગયો છે. તેઓ તા. 31મી જુલાઈના સેવાનિવૃત્ત થઈ રહેલા રંજન મથાઈનું સ્થાન લેશે. તેઓ આઈબીના પૂર્વ સજીવ ટી.વી. રાજેશ્વરના પુત્રી છે. રાજેશ્વર રાવ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની વચ્ચેની નિકટતા જગજાહેર છે. તેઓ નિવૃત્ત આઈએએસ અધિકારી સંજય સિંહના પત્ની છે.