• Gujarati News
  • Grading The People Will Evaluate My Work . O I Can Snatch This Right From The Public

રાહુલ પર મોદીનો પ્રહાર: કહ્યું સૂટકેસ કરતા સારી છે સૂટ-બૂટની સરકાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. રાહુલ અને કોંગ્રેસ મોદી સરકારને ‘સૂટ-બૂટની સરકાર’ ગણાવી રહ્યાં છે. તેના જવાબમાં મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સૂટ-બૂટ નિશ્ચિંત રીતે સૂટકેસથી વધુ સ્વીકાર્ય છે.
Paragraph Filter
- રાહુલને મોદીનો જવાબ સૂટકેસ કરતા સૂટ-બૂટની સરકાર વધુ સારી
- દેવાળિયાપણાનું પરિણામ સૂટ-બૂટની સરકારનો આરોપ છે : રાહુલનો મોદી પર ફરી પ્રહાર
- રાહુલના સૂટબૂટની સરકારના આક્ષેપ સામે મોદીએ જવાબ આપ્યો
મોદીએ જણાવ્યું કે 60 વર્ષ સુધી શાસન કર્યા પછી કોંગ્રેસને ઓચિંતા ગરીબ યાદ આવ્યા. કોંગ્રેસની અદૂરદર્શી નીતિને કારણે આ દેશના લોકોને બહુ સહન કરવું પડ્યું અને તેઓ ગરીબ જ રહ્યા. શું કોલસા અને સ્પેક્ટ્રમ કૌભાંડ કે કોમનવેલ્થ ગેમ્સની નિષ્ફળતાથી ગરીબોને કોઇ લાભ થયો , બધા લોકો જાણે છે કે તેના લાભાર્થી કોણ હતા... કેટલાક પસંદગીના ઉદ્યોગપતિ અને કોન્ટ્રાક્ટર. કોંગ્રેસનું દેવાળુ જુઓ કે સરકારની ટીકા કરવા માટે એક નક્કર મુદ્દો પણ ન મળ્યો. આ અમારી સરકારની સૌથી મોટી સફળતા છે. ફરી-ફરીને એક જ આરોપ મૂકી રહ્યા છે કે વડાપ્રધાન મજબૂત થઇ ગયા. બીજો આરોપ મૂકે છે કે મોદી અહંકારી છે, ત્રીજો, મોદી કયાં વસ્ત્રો પહેરે છે.
સરકાર એક રેંક, એક પેન્શન પ્રત્યે વચનબદ્ધ : નરેન્દ્ર મોદી
વન રેંક વને પેન્શનની માગ પૂરી થવામાં વિલંબથી નિરાશ ભૂતપૂર્વ સૈનિકોની ફરી સડક પર ઉતરવાની ચેતવણી અંગે વડાપ્રધાને જણાવ્યું કે સરકાર તેને લાગુ કરવા પ્રત્યે વચનબદ્ધ છે.
આ બાબતે કોઇ શંકા થવી જોઇએ નહીં.
કોઇ પણ સમુદાય સામે હિંસા સાંખી લેવાશે નહીં
ભાજપમાં લઘુમતીઓ વિરુદ્ધની ટિપ્પણીઓ રોકી નહીં શકવા બદલ થઇ રહેલી ટીકાના જવાબમાં મોદીએ જણાવ્યું કે કોઇ પણ સમુદાય સામે હિંસા સાંખી લેવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે મારી સ્થિતિ સ્પષ્ટ છે - સૌનો સાથ, સૌનો વિકાસ. અાપણા દેશમાં બધા ધર્મને સમાન અધિકાર અપાયા છે. બંધારણે ધાર્મિક સ્વતંત્રતાની ગેરન્ટી આપી છે. તેના પર કોઇ સમાધાન થઇ શકે નહીં.
CM હતો ત્યારે ખેડૂતોના ઘરે જતો

ખેડૂતોના ઘરે મોદી નહીં ગયા હોવાની કોંગ્રેસ અને રાહુલે કરેલી ટીકાઓ અંગે મોદીએ જણાવ્યું ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે ખેડૂતોના ઘરે જતો હતો. તેમણે એવો પ્રશ્ન કર્યો કે છેલ્લા 10 વર્ષમાં શું કોંગ્રેસનો કોઇ નેતા ખેડૂતો પાસે ગયો છે, મારું કામ માહિતી એકત્રિત કરવી, નિર્ણય લેવો, સરકારી તંત્ર સક્રિય કરવાનું છે. મેં આ કામ કર્યા છે. મારા પ્રધાનો ખેડૂતો પાસે ગયા છે. તેમછતાં જો દેશને લાગે છે કે મેં કંઇ ખોટું કર્યું છે તો મને એ માનવામાં કોઇ સંકોચ નથી. દેશનો ખેડૂત દુ:ખી હોય તો હું કેવી રીતે સુખી હોઇ શકું છું.
જનતા કરશે મારું ગ્રેડિંગ

વડાપ્રધાનને જ્યારે પુછવામાં આવ્યું કે તેઓ સરકારને 10માંથી કેટલા નંબર આપે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે, દેશની જનતા મારા કામનું મુલ્યાંકન કરીને ગ્રેડિંગ આપશે. આ જનતાનો અધિકાર છે, તે હું જનતા પાસેથી ન છીનવી શકુ. મે દેશની સામે મારો રિપોર્ટ કાર્ડ મુકી દીધો છે. તાજેતરમાં જ મીડિયાએ અમુક સર્વેના આધારે સત્યો છાપ્યા હતા.
ખરાબ દિવસોની વિદાય સારા દિવસો ન કહેવાય?

સારા દિવસોનો વાયદો કરીને તમે સત્તામાં આવ્યા છો, શું તમે તમારો લક્ષ્યાંક પૂરો કર્યો છે? જ્યારે આ સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, હા હું મારા એક વર્ષના કામથી ખુશ છું. હું ખુશ છું કે અમે વાયદા પ્રમાણે દેશના હિતમાં મોટા મોટા કામની શરૂઆત કરી છે. એક વર્ષ પહેલાની પરિસ્થિતિની ચર્ચા કરીએ તો તે સમયે કરપ્શન સિવાય કોઈ કામ નહતુ થતું. અમારી સરકાર પર એક પણ રૂપિયાના કરપ્શનનો ચાર્જ નથી લગાવાયો. ખરાબ દિવસો ગયા તો શું તે દેશ માટે સારા દિવસો ન આવ્યા કહેવાય? તેમને ઉદ્યોગપતિની સરકાર કહેવામાં આવે છે તે વિશે તેમણે કહ્યું છે કે, જેમણે કોલસા, સ્પેક્ટ્રમ જેવા દેશના રિસોર્સને ખૂબ ઓછી કિંમતે ઉદ્યોગપતિને વેચી દીધા છે તે લોકોને મને આવું કહેવાનો કોઈ અધિકાર નથી.