તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાંસો ખાનારી પ્રેમિકાએ સુસાઈડ નોટમાં BFને કહ્યું - તું આખી જીંદગી રડીશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાલંધરઃ બોયફ્રેન્ડે દગો આપતા દુઃખી થયેલી ડીએવી કોલેજમાં ભણતી ફાયનલ યરની સ્ટુડન્ટ રુપાલી શર્માએ હોસ્ટેલ રૂમમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તે બે દિવસ અગાઉ જ ઘરે રજા માણી હોસ્ટેલ પરત આવી હતી. પોલીસને તેના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી છે. જેમાં તેણે પ્રેમમાં મળેલી નિષ્ફળતા અને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
શું લખ્યું હતું સુસાઈડ નોટમાં ?

- પોલીસે શરૂઆતી તપાસ કરી તે પ્રમાણે હિમાચલના ખેરી ગામમાં રહેતી રુપાલી શર્મા (22) બે દિવસની રજા બાદ ઘરેથી પરત આવી હતી.
- તેના હાવભાવથી તેની મિત્રોને જરાય અંદાજો નહોતો કે રુપાલી ડિપ્રેશનમાં હતી.
- એસએચઓ બલવીર સિંહે જણાવ્યું કે, બપોરે જમ્યા બાદ તે રૂમમાંથી નીકળી નહોતી. રાત્રે 7 વાગ્યા સુધી દરવાજો ન ખુલતા રૂમ મેટ્સે વોર્ડનને બોલાવી.
- વોર્ડને પોલીસને સુચના આપી અને પોલીસે આવી રૂમ ખોલતા રુપાલીનો મૃતદેહ પંખા પર લટકેલો જોવા મળ્યો હતો.
- જાલંધર પોલીસે આરોપી યુવક વિરુદ્ધ આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ દાખલ કર્યો છે.
સુસાઈડ નોટમાં લખ્યું, સોરી પાપા, ભાઈ અને દીદી

- એએસઆઈ જગદીશે જણાવ્યું કે, રૂમમા મળેલી સુસાઈડ નોટમાં ડીએવીના જ એક સ્ટુડન્ટના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- તેણે બોયફ્રેન્ડ માટે લખ્યું કે - તું આખી જીંદગી રડીશ.
- અંગ્રેજીમાં લખેલા આ સુસાઈડ નોટમાં તેણે પ્રેમમાં મળેલા દગાને આત્મહત્યાનું કારણ ગણાવ્યું.
- તેણે પરિવારજનોની માફી માગતા લખ્યું કે - સોરી મમ્મી, પાપા, ભાઈ અને દીદી. હું તેના પ્રેમમા પાગલ થઈ ગઈ હતી અને તમારા પ્રેમને ન સમજી શકી.
- તેની હતાશા શબ્દોમાં જોવા મળી હતી. તેણે પોતાને સંબોધતા લખ્યું કે- મને જીવવાનો કોઈ હક નથી.
- તેણે બોયફ્રેન્ડ કહ્યું કે, તારા માતા સાચી છે. તે પોતાની સાથે અન્ય ઘણા લોકોના જીવન બર્બાદ કર્યા છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ તપાસ કરતા પોલીસકર્મીઓ અને સુસાઈડ નોટ સહિતની તસવીરો....)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો