j&Kમાં સૈન્ય હેડક્વાટર પર આત્મઘાતી હુમલો, ગોળીબાર-બ્લાસ્ટના અવાજો, તાર કાપી બેઝમાં ઘૂસ્યા આતંકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીનગરઃ રવિવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરમાં સૈન્યના બ્રિગેડ હેડક્વાટર પર આતંકવાદીઓએ અત્યારસુધીનો સૌથી મોટો આત્મઘાતી હુમલો કર્યો હતો. અથડામણમાં અત્યાર સુધી ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલામાં 17 જવાન શહીદ થયા છે, જ્યારે 30 જવાન ઘાયલ થયા છે.
સેનાએ સર્જીકલ સ્ટ્રાઈક્સની માગી મંજૂરી
- ઉરીના આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના તથા ફિલ્ડ પર તહેનાત કમાન્ડર્સ તથા સૈનિકો લાલઘૂમ છે. તેમણે પાકિસ્તાનની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
- સેના 'બસ હવે બહુ થયું'નો સંદેશ પાકિસ્તાનને આપવા માગે છે. સેના કહેવા પ્રમાણે, 26/11 અને પઠાણકોટ પછી આપણે વાતો જ કરી છે. હવે વળતો ઘા કરવાનો સમય આવ્યો છે.
- મળતી માહિતી પ્રમાણે, 778 કિલોમીટર લાંબી લાઈન ઓફ કંટ્રોલ પર દબાણ વધારવાની સેનાની ગણતરી છે.
- સરહદ પાર જઈને કોવર્ટ ઓપરેશન કરવા, કોઈ ટાર્ગેટનો શિકાર કરવો, ક્રોસ-બોર્ડર સ્ટ્રાઈક્સ અને ટેરર કેમ્પસ પર હુમલો કરવો શક્ય નથી.
- ભારત પાસે શોર્ટ રેન્જ રોકેટ્સ, સ્માર્ટ બોમ્બ કે કલસ્ટર બોમ્બનો વિકલ્પ રહે છે. જોકે, તેનાથી બંને દેશો વચ્ચે ફૂલ-ફ્લેજ્ડ યુદ્ધ શરૂ થઈ જવાની આશંકા રહે. બંને રાષ્ટ્ર અણુ હથિયાર સંપન્ન હોવાથી ભારતના પક્ષે આ પગલું ભૂલ ભરેલું હતું.
- જ્યારે સેનામાં એક વર્ગ એવું માને છે કે સરહદ પાર 'મર્યાદિત પણ ચોટદાર પ્રહાર' કરવાનો સમય આવી ગયો છે.
- બોર્ડર પર સ્નાઈપર્સને તહેનાત કરવા, હળવાથી મધ્યમ પ્રકારના હથિયારોથી હુમલા શક્ય છે. સેના પર ભારતના કોન્ક્રિટ બંકર્સને કારણે ભારતનો હાથ ઉપર રહેશે તેવું સેનાનું માનવું છે.
'કાંઈક' કરવા માગે છે સરકાર?

- રવિવારે ગૃહપ્રધાન રાજનાથસિંહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. અધિકારીઓને બે કલાક બાદ ચોક્કસ સૂચનાઓ પર 'હોમવર્ક' કરીને આવવા માટે જણાવવામાં આવ્યું હતું.
- લાઈન ઓફ કંટ્રોલ પર સેનાની તમામ બટાલિયનોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
- જ્યારે વેસ્ટર્ન કમાન્ડના તમામ એરબેઝને પણ 'હાઈ એલર્ટ' પર મૂકવામાં આવ્યા છે.
- સોમવારે સવારે વધુ એક વખત ગૃહપ્રધાનની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ છે.
- જેના આધારે એવો અંદાજ મૂકવામાં આવે છે કે સરકારની ધીરજ ખૂટી છે અને 'કાંઈક' કરી દેખાડવા માગે છે.
આતંકવાદીઓ પાસે પાકિસ્તાની બનાવટના હથિયાર
ડાયરેક્ટર જનરલ (મિલિટરી ઓપરેશન્સ) લેફ. જનરલ રણબીર સિંહે જણાવ્યું કે, ઠાર મારવામાં આવેલા જૈશના આતંકીઓ પાસેથી પાકિસ્તાની હથિયારો મળી આવ્યા છે. આખા દેશનો એક સૂર છે કે હવે બહુ થયું. ભારતે પાકિસ્તાન પર હુમલો કરી આરપારની લડાઇ લડી લેવી જોઇએ. 259 દિવસ પહેલાં પઠાણકોટ એરબેઝ પર પણ જૈશ-એ-મોહંમદે ઠીક આવી જ રીતે હુમલો કર્યો હતો. તે વખતે પણ 7 જવાન શહીદ થયા હતા.જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જણાવ્યું કે આ હુમલાનો હેતુ યુદ્ધ જેવી સ્થિતિ સર્જવાનો છે.
આતંકી હુમલામાં જૈશ-એ-મોહમ્મદ તંઝીમનો હાથઃ DGMO
- લેફ. જનરલ રણબીર સિંહે જણાવ્યું કે, આ હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તંઝીમનો હાથ હતો. ઉલ્લેખનીય છે વર્ષ 2000માં આતંકી મૌલાના મસૂદે આ આતંકી સંગઠનની સ્થાપના
- 4 આતંકવાદીઓને આર્મીએ ઠાર માર્યા છે, આ તમમા આતંકીઓ ટ્રેઈન્ડ હતા.
- ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી 4 એકે-47, અંડર બેરલ ગન્સ અને ગ્રેનેડ મળી આવ્યા હતા. જેની પર પાકિસ્તાનના નિશાન હતા.
- આર્મી બેઝ અને તેની આસપાસના વિસ્તારમાં હજુપણ તપાસ કરવામાં આવી રહી છે.
- આ હુમલામાં આગ લાગવાને કારણે 17 જવાનો શહીદ થયા હતા.
ઉરીના ગુનેગારોને સજા મળશે : મોદી

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ઉરી હુમલાની ટીકા કરી હતી.
- મોદીએ લખ્યું, "ઉરીમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલાની અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. હું દેશને ખાતરી આપું છું કે, આ હુમલા પાછળના જવાબદાર શખ્સોને સજા મળશે જ."
- "ઉરીમાં શહીદ થયેલા જવાનોને સલામ. દેશ તેમની કુરબાનીને સદાય યાદ રાખશે. શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું."
- "ગૃહપ્રધાન તથા સંરક્ષણપ્રધાન સાથે વાતચીત કરી છે. સંરક્ષણપ્રધાન સ્થિતિની જાત માહિતી લેવા માટે જમ્મુ અને કાશ્મીર જશે."
- પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરીને અળગું કરવું જોઈએ. ઉરીના હુમલાખોરો ભારે હથિયારો અને તાલિમથી સજ્જ હતા.
- આતંકવાદ તથા આતંકવાદી સંગઠનોને પાકિસ્તાનની સતત અને સીધી મદદથી હું હતાશ થયો છું.
- ભારત ખાતે અમેરિકાના રાજદૂત રિચાર્ડ વર્માએ કહ્યું હતું કે, શહીદ સૈનિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરીએ છીએ. અમેરિકા આ હુમલાની કડક શબ્દોમાં ટીકા કરે છે.
તાર કાપીને બેઝમાં ઘૂસ્યા આતંકવાદીઓ

- સૂત્રો પ્રમાણે, હુમલો સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ થયો હતો. ઉરીના 12 બ્રિગેડ બેઝના પાછળના ભાગમાં તારની વાડ કાપીને આતંકવાદી અંદર ઘૂસ્યા હતા.
- મોર્ચો સંભાળવા માટે પેરા કમાન્ડોને હેલિકોપ્ટર દ્વારા ઉતારવામાં આવ્યા છે.
- વળતી કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે.
- સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ છે અને કોર્ડન કરી લીધો છે.
- મળતી માહિતી પ્રમાણે, સૈનિકોના હંગામી રહેઠાણમાં આગ લાગી હતી, જેના કારણે વધુ ખુંવારી થઈ હતી.
- જમ્મુ અને કાશ્મીર પોલીસે બેઝની બહારના વિસ્તારને કોર્ડન કર્યો છે.
તંબુઓમાં આગને કારણે વધુ ખુંવારી થઈ

- પોલીસે જણાવ્યું કે, 'આ હુમલો 12 બ્રિગેડની છાવણી પર આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ થયો છે.'
- તમામ આતંકવાદીઓ સૈન્યના યૂનિફોર્મમાં હતા. બ્રિગેડ હેડક્વાટર ઉત્તર કાશ્મીરના બારમુલ્લા જિલ્લાના ઉરીમાં છે. જે લાઈન ઓફ કંટ્રોલની નજીક છે.
- સૂત્રોએ જણાવ્યું કે, હુમલા સમયે ડોગરા રેજીમેન્ટના જવાનો એક તંબૂમાં ઊંઘતા હતા જેમાં વિસ્ફોટના કારણે આગ લાગી ગઈ હતી. આગ નજીકના અન્ય ટેન્ટ્સ સુધી ફેલાઈ ગઈ.
- સેનાએ જણાવ્યું કે, 'સત્તાવાર બેઝમાં વિવિધ યુનિટ્સમાં મોટી સંખ્યામાં જવાનો હાજર હતા જે તેમની ડ્યૂટી બદલી રહ્યા હતા.'
- 'તે તંબુઓ અને અસ્થાયી કેમ્પમાં રહેતા હતા, જેમાં આગ લાગી ગઈ અને પરિણામસ્વરૂપ મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હતી.
ઉરીમાં થયેલા આતંકી હુમલાના 5 કલાકના ઘટનાક્રમ અંગે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો...
અન્ય સમાચારો પણ છે...