મધર ટેરેસાના અનુગામી સિસ્ટર નિર્મલાનું નિધન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકતા : મધર ટેરેસાની સંસ્થા મિશનરિઝ ઓફ ચેરિટીના પૂર્વ સુપિરિયર જનરલ સિસ્ટર નિર્મલા જોશીનું નિધન થયું છે. તેઓ મધર ટેરેસાના અનુગામી બન્યા હતા.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર સિસ્ટર નિર્મલાને અંજલિ અર્પી હતી તથા તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. વર્ષ 1997માં મધર ટેરેસાના નિધન બાદ સિસ્ટર નિર્મલા જોશી મિશનરિઝ ઓફ ચેરિટીના સુપિરિયર જનરલ બન્યા હતા.

તા. 23 જુલાઈ 1934ના એક બ્રાહ્મણ સૈનિકના ઘરમાં તેમનો જન્મ થયો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે જ તેઓ સેવા કાર્યમાં જોડાઈ ગયા હતા. હાલ મૂળ જર્મનીના સિસ્ટર મેરી પ્રેમા મિશનરિઝ ઓફ ચેરિટીના સુપિરિયર જનરલ છે.