તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોર્જ છે 16 કંપનીઓના માલિક, 6 વર્ષમાં બુર્જ ખલીફામાં ખરીદ્યા 22 ફ્લેટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: જ્યોર્જ વી નેરયમપરમપિલનો કેરળના ત્રિશરુમાં જન્મ થયો હતો. 11 વર્ષની ઉંમરે જ અભ્યાસ સાથે સાઈડ બિઝનેસની શરૂઆત કરી દીધી હતી. પૈસા બચાવ્યા અને શારજહાં ગયા. અહીં એરકન્ડિશનરના બિઝનેસની શરૂઆત કરી હતી. આ વાત 2010ની છે. જ્યોર્જ દુબઈમાં તેમના મિત્ર સાથે દુનિયાનું સૌથી ઊંચુ બિલ્ડિંગ બુર્જ ખલીફા જોવા ગયા હતા. ત્યારે મિત્રએ કહ્યું હતું કે, 'આ બુર્જ છે, તેમાં 163 ફ્લોર આવેલા છે. તું વિચારતો પણ નહીં કે આમાં રહેવાની તારી તાકાત છે. આમાં ઘુસવા માટે પણ પૈસા આપવામાં પડે છે.' મિત્રની વાતનું ખોટું લાગી જતા જ્યોર્જ બુર્જમાં છ વર્ષમાં જ 22 ફ્લેટ ખરીદી લીધા છે. આ કોઈ એક જ વ્યક્તિ દ્વારા બુર્જમાં ખરીદવામાં આવેલા સૌથી વધારે ફ્લેટ છે.
16 કંપનીઓના માલિક છે જ્યોર્જ

- જ્યોર્જ વી નેરયમપરમપિલ જિયો ઈલેક્ટ્રિકલ એન્ડ કોન્ટ્રાક્ટિંગના એલએલસી કંપનીના માલિક છે. આજે જિયો ગ્રૂપમાં 16 અન્ય કંપનીઓ છે.
- યુએઈમાં કુલ એક હજાર કરતા વધારે લોકો કામ કરે છે. કંપનીનું પ્રોપર્ટીનું કામ મેયદાન અને રાસ-અલ ખૈયમાહમાં છે. જ્યારે કારખાના શારજહાં અને અજમાનમાં છે.
- જ્યોર્જ મત પ્રમાણે, જો તેમને કોઈ સારી ડીલ મળે તો તેઓ હજુ વધારે જમીન ખરીદવા માટે તૈયાર છે.
- જ્યોર્જ કહે છે કે, 'હું હંમેશા સપના જોઉં છું, સપના જોવાનું ક્યારેય બંધ કરી શકુ તેમ નથી.'
- 'મને યાદ છે જ્યારે હું 11 વર્ષનો હતો. તે દિવેસ જ હું વિચારતો હતો કે એક દિવસ હું પ્રોપર્ટી ખરીદવાનું અને વેચવાનું કામ કરીશ. મારી પોતાની પણ ખૂબ જમીન હશે. મારા પિતા ખેડૂત હતા અને મોટા ભાગે કપાસની ખેતી કરતા હતા. હું તેમની મદદ કરતો હતો.'
- 'રોજ સવારે હું કપાસને બજારમાં વેચવા જતો હતો અને ત્યાર પછી અભ્યાસ માટે જતો હતો. એક દિવસ મને વિચાર આવ્યો કે લોકો કપાસનો તો ઉપયોગ કરે છે પરંતુ તેના બીજને ફેંકી દે છે.'
- ત્યારપછી મેં બીજ ભેગા કરવાનું શરૂ કર્યું. તેમાંથી ગુંદર બનાવતો અને વેચતો. આ મારો પહેલો સાઈડ બિઝનેસ હતો. મોટો થયો ત્યારે મિકેનીકની દુકાન શરૂ કરી પરંતુ તેમાં મજા નહોતી આવતી.'
મિત્રની વાતથી લાગી ગયું ખરાબ

- જ્યોર્જ જણાવ્યું કે, 'દુબઈ વિશે સાંભળ્યું હતું કે જે ત્યાં જાય છે તે અમીર થઈ જાય છે. બચાવેલા પૈસામાંથી 1976માં શારજહાં પહોંચ્યો હતો. આ મારી પહેલી વિદેશ યાત્રા હતી. અહીં મે એરકંડીશનરનો બિઝનેસ ચાલુ કર્યો હતો.'
- 'યુએઈમાં ગરમી વધારે હોવાના કારણે મારો બિઝનેસ ચાલી ગયો. પછી 1984માં મે મારી એક નાની કંપની બનાવી અને સાથે પોપર્ટી ડીલિંગનું કામ શરૂ કર્યું. જે મારું નાનપણનું સપનું હતું. એક દિવસ મિત્ર સાથે એમ જ બુર્જ ખલીફા ફરવા ગયો હતો.'
- ત્યારે મિત્રએ મને મજાકમાં કહ્યું કે, 'આ બુર્જ ખલીફા છે. અહીં ફ્લેટ ખરીદવા વિશે વિચારતો જ નહીં. પરંતુ તેની વાતથી મને ખોટું લાગી ગયું. ત્યારે જ નક્કી કરી લીધું કે હું તેને બુર્જ ખલીફામાં ફ્લેટ ખરીદીને જ બતાવીશ.'
સેવિંગ્સના પૈસામાંથી ખરીદ્યો ફ્લેટ

- જ્યોર્જ જણાવ્યું કે, 'એક દિવસ મેં ન્યૂઝ પેપરમાં બુર્જમાં ફ્લેટ વેચવાની એડ વાંચી હતી. મેં તાત્કાલિક મારી બચતની બધી રકમ ભેગી કરીને બુર્જમાં મારો પહેલો ફ્લેટ ખરીદી લીધો. બુર્જમાં કુલ 900 ફ્લેટ છે.
- 'તેમાં અત્યારે મેં 22 ફ્લેટ ખરીદેલા છે. તે દરેક અલગ અલગ ફ્લોર પર છે. હવે મારુ સપનું આપણાં દેશમાં કઈક કરવાનું છે.'
- 'હું ત્રિવેન્દ્રમથી કાસારકોડ સુધી નહેર બનાવવા માગુ છું. આ નહેર જંગલોમાંથી પસાર થશે.'
- 'તેમાંથી વીજળી ઉત્પન્ન કરવા, શાકભાજી ઉગાડવા અને મતસ્ય ઉદ્યોગની યોજના છે.'
આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો