પોલીસ સ્ટેશનમાં SIએ મહિલા પાસે કરાવ્યું મસાજ, જાણો પછી શું થયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હરદોઈઃ અહીંના એક પોલીસ સ્ટેશનમાં એક સબ ઈન્સપેક્ટરે એક મહિલા પાસે પોલીસ સ્ટેશનમાં મસાજ કરાવ્યું હતું. આ સમયે તેમની તસવીર કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને પછી વોટ્સએપ પર તથા સોશિયલ મીડિયા પર તે વાયરલ થઈ ગઈ હતી. તસવીર વાયરલ થયા બાદ પોલીસતંત્રમાં પણ તેની ચર્ચા થવા લાગી હતી. આ વિવાદ વધતો જોઈ રવિવારે એસપીએ આરોપી એસઆઈને સસ્પેન્ડ કરી દીધો હતો.
શું છે સંપૂર્ણ મામલો ?

- એક માહિતી અનુસાર, એક મહિલા પોતાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
- તે પછી એસઆઈ સંજય યાદવ તેની પાસે મસાજ કરાવવા લાગ્યા હતા.
- આ સમયે આ ઘટનાને કોઈએ કેમેરામાં કેદ કરી લીધી અને પછી તસવીર વાયરલ થઈ હતી.
- વિવાદ વધતા એસપી ઉમેશ કુમાર સિંહે એસઆઈ સંજય યાદવને સસ્પેન્ડ કરી દીધો હતો.
શું કહ્યું મહિલાએ ?

- એસઆઈની તેલ માલિશ કરનાર મહિલા સુરસાના દેવરિયા ગામની છે. તે વિસ્તારમાં બુદ્ધે તરીકે ઓળખાય છે.
- બુદ્ધે અનુસાર, પતિના નિધન બાદ તે જડી-બૂટી થકી લોકોના દુખાવાનો ઈલાજ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.
- 6 દિવસ અગાઉ એક સંબંધી દેવરના કહેવા પર તે એસઆઈને જડી-બૂટી આપવા આવી હતી.
- આ સમયે એસઆઈએ દવા લગાવવાની પદ્ધતિ પૂછતા તેણે જાણે દવા લગાડીને દેખાડી હતી. આ સમયે કોઈ તસવીર લઈને તેને વાયરલ કરી હતી.
- આ તસવીર 13 જૂને વાયરલ થઈ હતી. તેને ઘણા લોકોએ પ્રદેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓને મોકલી દીધી હતી.
શું કહે છે એસપી ?

- એસપી ઉમેશ કુમાર સિંહે જણાવ્યું કે, એસપીની તેલ માલિશ કરનાર મહિલા એક વૃદ્ધા છે.
- તે સુરસાની રહેવાસી અને તે લોકોની સારવાર કરવાનું કામ કરે છે.
- એસઆઈએ તેમને બોલાવ્યા હતા અને તેઓ એક વ્યક્તિ સાથે આવ્યા હતા. તેઓ એસઆઈને દવા લગાવવાની પદ્ધતિ દેખાડી રહ્યાં હતા.
- મહિલા વિશેષ રીતે એસઆઈની સારવાર અર્થે જ આવી હતી. જોકે એસઆઈની પદ્ધતિ ખોટી હતી તેથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
- તપાસમાં જે સત્ય સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....)
અન્ય સમાચારો પણ છે...