તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Iit Students At Bhu Makes Fuel Efficient Car That Runs 1851 Kms In Price Of 1ltr Patrol

વિદ્યાર્થીએ બનાવી કમાલની કાર, એક લીટર પેટ્રોલમાં 1851 KM દોડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ અલ્ટેર્નો કાર ડ્રાઇવ કરતો આઇઆઇટી બીએચયૂનો વિદ્યાર્થી)
વારાણસીઃ બીએચયૂ આઇઆઇટીના વિદ્યાર્થીઓ સતત નવા સંશોધન દ્વારા ભારતની ટેક્નોલોજીમાં નવી દિશા કંડારી રહ્યા છે. આઇઆઇટીના બીટેકના વિદ્યાર્થીઓની ટીમ અવેરાએ એક એવું ફ્યૂઅલ એફિશિઅન્ટ કાર મોડલ તૈયાર કર્યું છે, જે ઇલેક્ટ્રોનિક બેટરીથી ચાલે છે. વિદ્યાર્થીઓએ આ કારનું નામ અલ્ટેર્નો રાખ્યું છે. આ કાર માત્ર એક લીટર પેટ્રોલના ખર્ચમાં 1851.8 કિલોમીટરની એવરેજ આપે છે.

મેકેનિકલ એન્જિનિયરિંગ આઇઆઇટી બીટેકના વિદ્યાર્થી અંકિત વર્માની ટીમ અવેરાએ તેની ડિઝાઇન કરી છે. આવી કારનો ઉપયોગ શેલ ઈકો મેરેથોન સ્પોર્ટ્સમાં કરવામાં આવે છે. પ્રથમ વખત બીએચયૂ આઇઆઇટી શૈલ ઈકો મેરેથોન ગેમ ફિલીપાઇન્સ-2015માં ભાગ લેશે. તેને 12 લોકોની ટીમે મળીને તૈયાર કરી છે. સંસ્થાના ડાયરેક્ટર પ્રો. રાજીવ સંગલે સોમવારે આ કારનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું.
માત્ર 80 કિલો છે કારનું વજન
શેલ ઇકો કાર અલ્ટેર્નોને બનાવનાર આઇઆઇટીના વિદ્યાર્થી અંકિત વર્માનો દાવો છે કે, ભારતમાં અન્ય કારોની તૂલનામાં તેની આ કાર એવરેજમાં ઘણી સસ્તી છે. અંકિતે જણાવ્યું કે, તેની કાલનું કુલ વજન 80 કિલોગ્રામ છે. એન્જિનની જગ્યાએ જાતે બનાવેલ ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કર્યો છે. ચેચિસનું વજન માત્ર 12 કિલો છે. એન્જિનમાં લગાવવામાં આવેલ મોટરને બ્રેસલેસ મોટર કહે છે. બેટરી ચાર્જ કરવામાં બહુ ઓછી ઉર્જાની જરૂર પડે છે. માત્ર 80 રૂપિયાની વિજળમાં આ કાર 1851.8 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
આટલી વધુ એવરેજ આપવાનું આ છે કારણ
તેમાં એરોડાયનેમિક ડ્રેગ સિસ્મટની વિરૂદ્ધ દિશામાં તાકત ઓછી કરવામાં આવી છે, જેનાથી ઘણી ઓછી ઊર્જાની જરૂરત પડે છે. તે હવાની વિરુદ્ધ દિશામાં ચાલે છે. બીજી વાત એ ચે કે, તેના ટાયરોને અન્ય ટાયરોની તૂલનામાં લો રોલિંગ ફિક્શન પર રાખવામાં આવ્યા છે. જ્યારે, કારનું વજન ઘણું ઓછું છે, જેના કારણે ઊર્જાની ઓછી જરૂરત પડે છે. ઉપરાંત કારમાં નવ બેટરી લગાવેલી છે, જે 36 વોટ સુધીની ઊર્જા સરળતાથી આપે છે. અંકિતના જણાવ્યાનુસાર, આ કાર 10 કિમીની ઝડપથી દોડવા પર 1851.8 કિમીની એવરેજ આપે છે.
આગળ વાંચો...શેલ ઇકો મેરેથોન ગેમ ફિલીપાઇન્સ-2015માં બીએચયૂ આઇઆઇટીની આ ટીમ ભાગ લેશે...