UPSCના પરિણામમાં ‘ભૂલ’ થવાને કારણે વિદ્યાર્થીનો આપઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય જાહેર સેવા પંચ(યુપીએસસી)ના રવિવારે પ્રસિદ્ધ થયેલા પરિણામમાં ‘ભૂલ’ને કારણે વ્યથિત ઉમેદવાર ૨૪ વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મંજુનાથ નામના આ યુવાને અહીં બાંધકામ થઈ રહેલી એક ઈમારતમાં ગળાફાંસો ખાઈને ૧૦મી મેએ આત્મહત્યા કરી છે. મંજુનાથે પરિણામમાં પાસ થયેલા ઉમેદવારોની યાદીમાં પોતાના રોલ નંબર પર અન્ય ઉમેદવારનું નામ જોયા બાદ તેણે આત્મહત્યા કરી હતી.

તેણે પરીક્ષામાં ૨૬૪મો ક્રમાંક મેળવ્યો હતો, પરંતુ ઈન્ટરવ્યૂ પછી અંતિમ પરિણામમાં તેના રોલનંબર પર અન્ય ઉમેદવારનું નામ દર્શાવાયું હતું. આથી આઘાત પામેલા મંજુનાથે યુપીએસસીના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને સ્પષ્ટતા કરવા કહ્યું હતું. કોઈ જવાબ ન મળતા તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસે કહ્યું છે.