તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનો ગમે તે હોય, ફાંસી તો ન થવી જોઈએ: JNU સ્ટૂડન્ટ કન્હૈયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભોપાલ: જવાહર લાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી યૂનિયનના પૂર્વ પ્રેસિડન્ટ અને એઆઈએસએફના નેતા કન્હૈયા કુમાર સોમવારે ભોપાલમાં હતા. દેશમાં ફાંસીની સજા બંધ કરવાની તરફેણ કરીને કન્હૈયા કુમારે રેપિસ્ટની ફાંસીની સજા વિશે આડકતરી રીતે જવાબ આપ્યો હતો. કન્હૈયાએ કહ્યું હતું કે, હું કોઈના માથાના બદલામાં માથું અને હત્યાના બદલામાં હત્યાને યોગ્ય નથી ગણતો. ભારતીય પદ્ધતિમાં સજાને વ્યક્તિને સુધારવાના રૂપમાં જોવામાં આવી છે. કોઈને ડરાવીને ગુનો ન રોકી શકાય. ભાસ્કર.કોમ સાથેની ખાસ વાતતીચમાં કન્હૈયાએ દેશના માહોલ, યુપી અને એનડીએ સરકારની પદ્ધતિઓ અને ભવિષ્યના રાજકારણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. 

 

ભાસ્કરના સવાલ, કન્હૈયાના જવાબ


Q: મધ્ય પ્રદેશ કેબિનેટે ફાંસીની સજાનો પ્રસ્તાવ પસાર કર્યો છે, શું તમે તેને ખાસ માનો છો?
A: વાત રેપ, હત્યા કે ચોરીની નથી, આ દરેક ગુનો છે અને તે માટે સજા નક્કી છે. આપણે મોતની સજાને કોઈ એક ખાસ ગુના સાથે ન જોડી શકીએ. હું એવું કહી રહ્યો છું કે, ન્યા વ્યવસ્થામાં સજાને વ્યક્તિના સુધારા માટે નક્કી કરવામાં આવી છે. તેથી જેલને સુધારગૃહ કહેવામાં આવ્યું છે.

 

Q: રેપ જેવી સજા માટે તમે ફાંસીની સજાને યોગ્ય નથી માનતા?
A: ખૂનના બદલામાં ખૂન, માથાના બદલામાં માથું આ બર્બરતાપૂર્ણ છે. કાયજાના ડરથી ગુના બંધ થઈ જશે તેવુ નથી. ડર ઊભો કરવા કરતા જરૂરી જાગ્રતતા લાલવી.

 

Q: ભ્રષ્ટાચાર મામલે યુપીએ અને એનડીએ સરકારમાં શું અંતર લાગે છે?
A: ભ્રષ્ટ્રાચાર વિશે નવી સરકારે કઈ ખાસ નથી કર્યું. મધ્ય પ્રદેશમાં કોઈ ઘટના બને છે તો તેની નૈતિક જવાબદારી સરકારની હોય છે. વ્યાપમ કૌભાંડ થયું તો તેમાં પણ સરકારની જવાબદારી છે. આવું જ ટુજી, થ્રી જી અને કોલગેટમાં થયું પણ કોઈને ન્યાય ન મળ્યો.

 

Q: તમે ક્યાંથી ચૂંટણી લડશો, બેગુસરાય , દિલ્હી કે કેરળ?
A: મારા માટે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભારત જ છે, પણ મારી ઈચ્છા ક્યાંયથી ચૂંટણી લડવાની નથી. મારો કાર્યવિસ્તાર માત્ર જેએનયૂ જ છે. ત્યાંથી નીકળીને અન્ય પ્રોસેસ વિશ નક્કી કરાશે.

 

Q: કન્હૈયા કુમારનું લક્ષ્ય શું છે?
A: અહીંથી જ પ્રોબ્લેમ શરૂ થાય છે. મારો વિચાર કોઈ સામાજિક કે સામૂહિક નહીં પણ વ્યક્તિગત છે. રાજકારણમાં વ્યક્તિગત વિચારસરણી જ હોય છે. હું નાના ટૂકડાંઓમાં જીવન જીવુ છું. એક એક પગલાંથી લક્ષ્ય મેળવું છું. મારા પગલાં નાના નાના છે, પીએડી કરવું છે, નોકરી મેળવવી છે, આંદોલનોમાં ભાગ લેવું છે. 

અન્ય સમાચારો પણ છે...