તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝારખંડમાં વિચિત્ર ઈનામો: વિજેતાને ટ્રોફી સાથે મોટો બકરો, ઉપવિજેતાને નાનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિદ્દી : ફૂટબોલ મેચ જીતવા બદલ ટ્રોફી અને રોકડ ઇનામ મળવું તો સામાન્ય બાબત છે પણ ઝારખંડમાં યોજાતી ફૂટબોલ સ્પર્ધાઓમાં ઇનામમાં બકરો પણ અપાય છે. રામગઢ, હજારીબાગ સહિત ઘણા જિલ્લામાં ચોમાસામાં યોજાતી ફૂટબોલ સ્પર્ધાઓમાં વિજેતા ટીમને ટ્રોફી અને શિલ્ડ સાથે બકરા અપાય છે. બુધવારે ગિદ્દી સીમાં યોજાયેલી આવી જ એક ફૂટબોલ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને કપ અને મોટો બકરો, ઉપવિજેતા ટીમને કપ અને તેનાથી નાનો બકરો જ્યારે ત્રીજા ક્રમે રહેલી ટીમને સૌથી નાનો બકરો અપાયો હતો.

જેવી જીત એવું બકરાનું વજન

વિજેતા ટીમને મોટો બકરો અને ઉપવિજેતા ટીમને નાનો બકરો આપવામાં આવે છે. વિજેતાઓને મળનારા બકરા વજન પ્રમાણે નક્કી કરવામાં આવે છે. વિજેતાને 15થી 25 કિલો વજનનો બકરો આપવામાં આવે છે. જ્યારે ઉપવિજેતાને 10થી 20 કિલો વજનનો બકરો આપવામાં આવે છે. જ્યારે ત્રીજા ક્રમે આવનારી ટીમને 8થી 15 કિલો વજનનો બકરો આપવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...