મજબૂર દીકરીઓને શિક્ષિત કરવા રોજ કરે છે 40 કિલોમીટરનો સફર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મારી પત્ની મંજૂ ધાકડે વિપરિત પરિસ્થિતિઓમાં અભ્યાસ કરીને પોતાનો મુકામ હાંસિલ કર્યો છે. ખેડૂત પરિવારમાં જન્મ લીધો. ગામમાં આઠમાં ધોરણ સુધી જ અભ્યાસની વ્યવસ્થા હતી. પરિવારે દીકરીને બહાર ભણવા મોકલવાની મનાઇ કરી દીધી. મંજૂ એ પિતાને મનાવ્યા. પછી ગામની પાસેના કસબામાં અભ્યાસ કરવા જવા લાગી. ક્યારેક ખેતરમાં કામ કરતા કે ક્યારેક ઘર ના કામની સાથે તે ભણતી રહેતી. રોજ રાતે ઘરનું કામ પતાવીને મોડી રાત સુધી અભ્યાસ કરતા રહેવુ અને સવારે જલ્દી ઉઠીને ઘરકામ કરીને સ્કૂલ અને કોલેજ જવુ. આવી રીતે તેણે ફર્સ્ટ પ્રથમ ડિવીઝનમાં બારમું અને બીએસસી અભ્યાસ પુર્ણ કર્યો. પ્રયત્નો કરીને સંવિદા પર ટીચરની નોકરી કરી. નોકરીમાં રહેતા પણ અભ્યાસ ચાલુ રાખ્યો. એમએ, ડીએડ અને બીએડ કર્યુ.

હવે તે એવી બાળકીઓ ને અભ્યાસ માટે મદદ કરે છે, જે ભણવા માગે છે, પણ પરિસ્થિતિઓ સાનૂકૂળ ન હોવાથી ભણી નથી શકતી. તે પોતે રોજ 40 કિલોમીટર દૂર સ્કૂલ જાય છે. જે માતા પિતા તેમની દીકરીઓને આગળ ભણાવવા નથી ઇચ્છતા, તેમની દીકરીઓને ભણાવવા માટે પ્રેરિત કરે છે. સાથે તેમની અંદર છૂપાયેલી પ્રતિભાને આગળ વધારવા માટે તત્પર રહે છે. તેના લીધે સ્કૂલ 100 ટકા રહે છે. અત્યાર સુધી તે લગભગ હજાર છોકરીઓને શિક્ષા આપી ચૂકી છે. તેનુ સપનુ છે કે દરેક દીકરી ભણે અને સ્વનિર્ભર બને. દૈનિક ભાસ્કર ડોટ કોમ ના વુમેન પ્રાઇડ એવોર્ડે મને મારી પત્નીને સન્માનિત કરવાનો મોકો આપ્યો છે. એવોર્ડ માટે હું તેને નોમિનેટ કરુ છુ.

હરીશ ખલોરા