બે હાથમાં પાંચ આગળીઓ...જીદ્દ અને જોશ થી મેળવી સફળતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હું મારા જીવનનો સારાંશ શેર કરી રહી છું. મારા બન્ને હાથ એટલા નાના હતા કે કાન સુધી પણ નહોતા પહોંચતા. બન્ને હાથોમાં કુલ મળીને પાંચ આંગળીઓ છે. મારી મમ્મીએ મને જોઇ તો તેને તો એટેક આવવા લાગ્યા. બીજી તરફ મારા પપ્પાના રુપમાં મારી સામે ઇશ્વર હતા. તેમણે કહ્યુ કે મારી દીકરીને કેમ મોટી કરવી તે મારુ કામ છે. એક દિવસ તે મારા માટે નાની ઢોલક લઇ આવ્યા અને મારી આંગળીઓએ ચાલવાનું શરુ કર્યુ.

પપ્પાના મિત્રે તો મને ઝેરનું ઇન્જેક્શન પણ આપવાની સલાહ આપી દીધી હતી. પપ્પાએ તેનાથી દોસ્તી તોડી નાખી અને કહ્યું કે આ જ હાથોથી તે આકાશ ને અડીને દુનિયાને દેખાડશે. પણ અચાનક એક દિવસ પપ્પાને હાર્ટ એટેક આવ્યો અને તેમણે આંખો મીચી દીધી. તે સમયે હું 8 વર્ષની હતી. તે તેમની એ દીકરીને છોડીને ચાલી ગયા જેના વિના તે જીવી નહોતી શકતી. પછી મને અભ્યાસ માટે મોટા ભાઇ પાસે વિલાસપુર મોકલી દેવામાં આવી જ્યાં તે નોકરી કરતા હતા. જાવરાના હિન્દી મિડીયમ સ્કુલમાંથી મારો દાખલો ઇંગ્લિશ મિડીયમ વાળી સેન્ટ્રલ સ્કુલમાં કરી દેવામાં આવ્યો. મારા મનને ત્રણ ગણી યાતના નો સામનો કરવો પડ્યો. ત્યા મને હાંસીનું પાત્ર બનવુ પડ્યુ, કારણ કે મને અંગ્રેજી નહોતી આવડતી. મારા બાલ માનસની જરુરીયાતો અધૂરી રહી જાતી. મારા ચહેરા પર હાસ્યની જગ્યાએ ડર અને હીન ભાવના પ્રવર્તમાન રહેતી. મારા હાથ સ્કૂલબેગની પાછળ છૂપાયેલા રહેતા.

અમુક વર્ષો પછી એવી પરિસ્થિતિ થઇ કે મને પાછી જાવરા મોકલી દેવામાં આવી. હું ચૂપ હતી. મારી અંદર અપમાનનો લાવા સળગતો રહેતો હતો. મેં સ્કુલમાં શીખેલા હુનરને મારુ હથિયાર બનાવ્યુ. તેમાં ચિત્રકારી, હસ્તશિલ્પકલા અને નૃત્ય કળા હતી. બી.એ અને એમ.એ ઇંગ્લિશ લીટરેચર સાથે પૂર્ણ કર્યુ. યુડીટી ની નોકરી મળી, પણ કરી નહીં. કંઇક કરીને બતાવવાની તમન્ના હંમેશા થી હતી.

એક દિવસ અજાણતા એક બ્યૂટી પાર્લરમાં હાથો નું હુનર દેખાડવાનો મોકો મળ્યો. બસ, આ જ મારો રસ્તો હતો. મેં મારી મોટી બહેન બલજીત (જે મારી તાકાત છે) ને અને પોતાને એક વચન આપ્યુ કે દુનિયાના જે લોકો મારા હાથોને ભદ્દા અને નકામાં માને છે, એક દિવસ એ જ હાથોથી દુનિયાના બેરંગ ચહેરામાં રંગ ભરીશ. મેં બુનિયાદ પણ રાખી દીધી. એક કાંચ અને એક ખુરશી સાથે જાવરામાં પહેલી બ્યૂટી પાર્લરની શરુઆત કરી અને અહીંથી શરુ થઇ મારા આત્મસમ્માન અને આત્મવિશ્વાસથી ભરપૂર સફર. જેમાં પાંખો લાગી ગઇ હતી. મારો ઉત્સાહ ત્યારે વધ્યો જ્યારે મને પ્રધાનમંત્રી રોજગાર યોજના થી 50000 રૂપિયા ની મદદ મળી. એક પછી એક ડિપ્લોમાં અને એવોર્ડ મને મળતા ગયા.

મેં મારા શીન બ્યૂટી પાર્લર ને બ્યૂટી ક્લીનીક માં તબદીલ કરી નાખ્યુ જ્યાં ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે. 19 ફેબ્રુઆરી 2011 ના ચેન્નઇમાં મળેલા એબિલીટી માસ્ટરી એવોર્ડ થી મારા હાથોને નવુ નામ મળ્યુ, 'ગર્લ વિથ ગોલ્ડન હેન્ડ્સ'. શું થયુ જો મારા માતા પિતા મારા રસ્તામાં મખમલી કાલીન ન પાથરી શક્યા. તેનાથી પણ વધુ કિંમતી સંસ્કાર મને વિરાસતમાં મળ્યા છે. આજ મારા હાથો માટે સૌથી મોટુ કોમ્પ્લીમેન્ટ એ હોય છે , જ્યારે મારા ક્લાયન્ટ કહે છે, કે અમને તમારા હાથોથી અમારુ કામ કરાવડાવવુ છે. 3 ડિસેમ્બર, 2013, વિજ્ઞાન ભવન નવી દિલ્લીમાં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ની સામે ઉપસ્થિત થવાનો અવસર મળ્યો. ત્યાં મારા ગળામાં મેડલ આવ્યો અને મારા નાના હાથોની ત્રણ આંગળીઓમાં છે આઉટસ્ટેન્ડીંગ ક્રિએટીવ એડલ્ટ નું પ્રશસ્તિપત્ર...પપ્પા, તમે ખુશ છો ને!