'સરાહા' 1 મહિનામાં 50 લાખ ડાઉનલોડ, મેસેજ મોકલનારની ભાળ જ નથી મળતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્કઃ સાઉદી અરબમાં તૈયાર કરવામાં આવેલી સરાહાને દુનિયાભરમાં યૂઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લગભગ એક મહિના પહેલા લોન્ચ થયેલી આ એપને 50 લાખથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે એપ બનાવનારી આ સ્ટાર્ટઅપને માત્ર ત્રણ લોકો સંચાલિત કરે છે. જેમાં 29 વર્ષના જેન અલ-અબીદીન તૌફીક અને તેના બે મિત્ર સામેલ છે.  
 
મેસેજ રિસિવ કરનારને ખબર નથી પડતી તે ક્યાંથી આવ્યો!
 
- 'સરાહા' એપ દ્વારા યૂઝર પોતાની પ્રોફાઇલથી જોડાયેલા કોઈ પણ શખ્સને મેસેજ મોકલી શકે છે પરંતુ સૌથી મજેદાર વાત એ છે કે મેસેજ રિસિવ કરનારને એ ખબર નથી પડતી કે આ મેસેજ કોની પાસેથી આવ્યો છે. જાહેર છે કે તેનો વળતો જવાબ પણ ન આપી શકાય અને આજ કારણ છે કે આ એપ લોકોની વચ્ચે ખૂજ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે.
 
સરાહાનો અર્થ ઈમાનદારી
 
- 'સરાહા' એક અરબી શબ્દ છે જેનો અર્થ 'ઈમાનદારી' થાય છે. તૌફિકે જણાવ્યું, "એપ બનાવવાનો ઉદ્દેશ એવો છે કે તેના દ્વારા કોઈ કર્મચારી, બોસ કે સીનિયરને વગર કોઈ સંકોચે પોતાનું મંતવ્ય આપી શકે. યૂઝર કોઈ શખ્સને એ બધું કહી શકે જે તેની સામે આવીને ન કહી શકતો હોય. એવું થઈ શકે છે કે જે તે કહી રહ્યો છે, તે સામેની વ્યક્તિને સાંભળવું ન પણ ગમે."
 
30થી વધુ શહેરોમાં એપના વધુ યૂઝર્સ
 
- તૌફિકે કહ્યું, "હું પરિણામોને લઈને પોઝિટિવ હતો અને વિચાર્યું હતું કે ડાઉનલોડની સંખ્યા 1,000 સુધી પહોંચશે, પરંતુ હવે ગૂગલ પ્લે સ્ટોર ઉપર પણ 50 લાખથી વધુ ડાઉનલોડ થઈ ચૂકી છે. એપ હાલ અંગ્રેજી અને અરબી ભાષાને સપોર્ટ કરે છે. તે આઈઓએસ અને ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે."
- સરાહા એપ આજ વર્ષે ફેબ્રુઆરીમાં વેબસાઇટ તરીકે લોન્ચ થઈ હતી. લોન્ચિંગના મહિનામાં જ ઇજિપ્તમાં તેના યૂઝર્સની સંખ્યા 25 લાખ, અરબમાં 12 લાખ અને ટ્યૂનિશિયામાં 17 લાખે પહોંચી હતી. ત્યારબાદ તેને એપ તરીકે લોન્ચ કરવામાં આવી. જૂનમાં તે એપલ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર આવી. ફ્રાન્સ, બ્રિટેન સહિત 30થી વધુ દેશોમાં સરાહા એપ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.  
 
સાઇબર સુરક્ષાની દ્રષ્ટિએ ખતરો હોઈ શકે છે- ટેક એક્સપર્ટ

- આ એપથી 'સાઇબર બુલિંગ'નો ખતરો વધી શકે છે. નકારાત્મક પણ વધુ ફેલાઈ શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એપને ફેસબુક અને સ્નેપચેટથી વધુ મહત્વ મળી રહ્યું છે પરંતુ સાઇબર એક્સપર્ટ્સનું માનવું છે કે, "આ એપ ભારતી સુરક્ષા પર નેગેટિવ અસર કરી શકે છે. ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફોર્મે ટ્રોલિંગ અને બુલિંગને પ્રોત્સાહન આપ્યું છે. ટ્રોલિંગને રોકવા માટે હજુ સુધી કંપનીઓ તરફથી કારગર ઉપાય નથી કરવામાં આવ્યા. ન તો કડક કાયદા બન્યા છે. જ્યારે આ સાઇટ્સ ઉપર તો યૂઝર વિશે માહિતી હોય છે તેમ છતાંય ફેક આઈડીથી ટ્રોલિંગ વધી રહ્યું છે. જ્યારે આ એપમાં તો ઓળખ ગોપનીય જ રહેશે."
- તેનો દુરુપયોગ થવા અંગે તૌફિકે કહ્યું, "આ એપમાં ઓનલાઇન હેરેસમેન્ટ, શોષણ કે ખરાબ વર્તન કરનારાઓને રોકવાની સખત વ્યવસ્થા પણ છે. અહીં બ્લોક કે ફિલ્ટર કરવાની સુવિધા પણ આપવામાં આવી છે."
 
સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...