તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરોડોના બંગલામાં રહે છે આ ઈન્સપેક્ટર, ઘરમાંથી મળી AK-47 અને 4 kg હેરોઈન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચંદીગઢ/જાલંધરઃ હવાલદારથી ઈન્સપેક્ટર બનેલા ઈન્દરજીત સિંઘની એસટીએફ દ્વારા ડ્રગ્સ તસ્કરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ તસ્કર અને ગેંગસ્ટર્સ માટે જોખમ બનેલા ઈન્સપેક્ટર ઈન્દ્રજીત પાસેથી STFએ મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને હથિયારો કબજે કર્યા છે. STF પ્રમુખ સિદ્ધુએ જણાવ્યું કે, તસ્કરો સાથેના સંબંધો અંગે તપાસ ચાલી રહી છે. ઈન્દ્રજીતના ઘરેથી ડ્રગ્સનો જથ્થો કબજે કરાયો છે. આ સાથે એએસઆઈ અજાયબ સિંઘની પણ ધરપકડ કરવામાં આવી છે, જે ઈન્સપેક્ટર ઈન્દ્રજીત સિંઘનો સાથ આપતો હતો.
 
તસ્કરોને મુક્ત કરાવ્યા તે પછીથી શંકા હેઠળ આવ્યો....

- STF પ્રમુખ સિદ્ધુએ જણાવ્યું કે, આરોપી ઈન્દ્રજીત આ હેરોઈન અને હથિયારો ક્યાંથી લાવી ક્યાં વેચતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. 
- આ મામલે ખુલાસો ત્યારે થયો જ્યારે તરનતારનમાં નોંધાયેલા વિવિધ કેસોમાંથી તસ્કરોને મુક્ત કરવામાં આવ્યા હતા. બંનેને જાલંધરથી પકડવામાં આવ્યા પરંતુ કેસ મોહાલી સ્થિત એસટીએફમાં નોંધાયો હતો.
-  STF પ્રમુખના જણાવ્યાં અનુસાર, આરોપી ઈન્દ્રજીત વાસ્તવમાં એક હવાલદાર છે જેને લોકલ રેંક આપી ઈન્સપેક્ટર પદની જવાબદારી સોંપવામાં આવી હતી.
- તરનતારનમાં 2013-15માં એનડીપીસી એક્ટ હેઠળ 3 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં 19 કિલો, 2 કિલો અને ત્રીજામાં 54 બોરી નશાકારક પદાર્થ કબજે કરાયો હતો.
- ત્રણેય મામલે આરોપી મુક્ત થતા પોલીસની ભૂમિકાની તપાસ કરવામાં આવી, જેમાં સામે આવ્યું કે, ઈન્દ્રજીત હવાલદાર અને લોકલ રેંક પામેલ ઈન્સપેક્ટરની ભૂમિકામાં હતો. 
- એનડીપીસી એક્ટની જોગવાઈ હેઠળ હવાલદાર આ કેસ નોંધી શકે નહીં. તે માટે ક્લાસ 1 ઓફિસર જ જોઈએ. આ ખામી જાણી જોઈને રાખવામાં આવી જેથી આરોપી તસ્કરો છૂટી જાય જેની સાથે ઈન્દ્રજીતે ડીલ કરતો હતો.
 
પોલીસે ભવ્ય બંગલો સીલ કર્યો.....

- એસટીએફની તપાસ દરમિયાન ઈન્દ્રજીતના બંગલામાંથી 9 એમએમની ઈટલી મેડ પિસ્તોલ, એકે-47, એક 32 બોર રિવોલ્વર, 16.50 લાખ રૂપિયા, 3550 પાઉન્ડ, ઈનોવા કાર તથા મોટા પ્રમાણમાં ગોળીઓ પ્રાપ્ત કરી હતી.
- ફગવાડા સ્થિત ઈન્દ્રજીતના બીજા ઘરમાં  3 કિલો સ્મૈક અને 4 કિલો હેરોઈન કબજે કરવામાં આવી. આરોપીઓની પૂછપરછ હાલ ચાલી રહી છે.
- આરોપી ઈન્દ્રજીતે ગેરકાયદે ધંધા વડે કરોડો રૂપિયાની સંપત્તિ ઉભી કરી લીધી છે. અમૃતસરમાં જ તેને 2-3 ભવ્ય બંગલા છે. જેમાંથી એક પર એસટીએફની નજર પડતા તેને સીલ કરવામાં આવી છે.
- આરોપી ઈન્દ્રજીત તસ્કરોને પકડે ત્યારે અમુક નશાકારક પદાર્થ પોતાની પાસે રાખતો અને બાકીનો સામાન કબજે દર્શાવી કેસ કરતો હતો. તસ્કરો સાથે ડીલ કરી તેમને મુક્ત પણ કરાવી દેતો.
- આરોપી ઈન્દ્રજીત પોતાની પાસે રહેલું ડ્રગ્સ તસ્કરોને જ વેચી મોટુ કમિશન મેળવતો હતો.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.............................)