આજે CBSE ધો. 10નું પરિણામ, સસ્પેન્સનો આવશે અંત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ઉજવણી કરી રહેલા વિદ્યાર્થીઓની ફાઈલ તસવીર)
નવીદિલ્હી :
સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન) દ્વારા સિનિયર સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનની ધો. 10ની બોર્ડની પરીક્ષાના પરિણામો બુધવારે બપોરે બાર કલાકે બહાર પાડવામાં આવનાર હતું. જે આગામી બે-ત્રણ દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. આથી રિઝલ્ટ્સની તારીખ અંગે સસ્પેન્સ લંબાયું છે.

આ વર્ષે 15799 શાળાઓમાં 13 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ ધો. 10ની પરીક્ષા આપી હતી. આમા 8,17,941 છોકરાઓ તથા 5,55,912 છોકરીઓનો સમાવેશ થાય છે. તેમાં 23 દેશોની 197 શાળાઓના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. સીબીએસઈના પરિણામો સત્તાવાર વેબસાઈટ્સ ઉપરાંત http://results.bhaskar.com પર પણ જોઈ શકાય છે.

તા. 8મી જૂન સુધી કાઉન્સિલિંગ

તા. 25મી મેથી સ્ટુડન્ટ્સ માટે કાઉન્સિલિંગ માટે ટેલિકોમ્યુનિકેશનનો ફેઝ શરૂ થઈ ગયો છે. ફોન પર કાઉન્સિલિંગનો આ ફેઝ તા. 8મી જૂન સુધી ચાલશે. કાઉન્સિલિંગ સીબીએસઈ સાથે જોડાયેલી સરકારી તથા ખાનગી શાળાઓના પ્રિન્સિપલ્સ તથા અન્ય મળીને કુલ 58 એક્સપર્ટ્સ કરી રહ્યાં છે. તેમાં 49 ભારતમાંથી જ્યારે 9 કાઉન્સિલર્સ નેપાળ, જાપા, સાઉદી અરેબિયા (દમ્મામ અને ઓમાન), યુએઈ (શારજાહ, દુબઈ, રાસ) તથા કુવૈતના છે. કાઉન્સિલિંગનો સમય સવારે 8થી 10નો નક્કી કરવામાં આવ્યો છે. આ માટે 1800 11 8004 પર કોલ કરવો.