તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્ર કહે છે નોટબંધીથી કાશ્મીરમાં શાંતિ આવી, પરંતુ જવાનો શહીદ થાય છે: ફારૂખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રીનગર: ફારૂખ અબ્દુલ્લાએ સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકાર રોજ કહે છે કે નોટબંધીથી કાશ્મીરમાં શાંતિ આવી. પરંતુ, શાંતિ ક્યાં આવી? જો શાંતિ આવી હોત તો જવાન શહીદ ન થતા હોત. આખરે આ ભૂલ કોની છે. ફારૂખે આ વાતો કાશ્મીરના શોપિયામાં 23 વર્ષના જવાનના શહીદ થવા પર કહી.

 

PoK તેમના બાપનું નથી

- 16 નવેમ્બરે ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું, “ તે (PoK) તેમના બાપનો હિસ્સો નથી. ક્યાં સુધી નિર્દોષોનું લોહી વહ્યા કરશે અને આપણે એવું કહેતા રહીશું કે તે અમારો હિસ્સો છે? 70 વર્ષ થઇ ગયા. તે પાકિસ્તાન છે-આ હિંદુસ્તાન છે. અને તેઓ 70 વર્ષોથી તેને હાંસલ કરી શક્યા નથી. આજે કહે છે તે અમારો હિસ્સો છે.”

 

પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી રાખી

 

- અબ્દુલ્લાએ કહ્યું હતું કે , અમે પણ કહીએ છીએ કે તમે પાકિસ્તાન પાસેથી પીઓકે લઇ લો. અમે પણ જોઇએ છીએ. તેઓ (પાકિસ્તાન) કમજોર નથી અને ના તો તેમણે બંગડીઓ પહેરી રાખી છે. તેમની પાસે પણ એટમ બોમ્બ છે. યુદ્ધ વિશે વિચારતા પહેલા એવું વિચારો કે આપણે માણસની જેમ કેવી રીતે રહી શકીએ છીએ.

 

પાકિસ્તાન બોમ્બ નાખે છે

 

- અબ્દુલ્લાએ 15 નવેમ્બરે એક નિવેદનમાં કહ્યું હતું- તેઓ (પાકિસ્તાન) બોમ્બ નાખે છે અને અહીંયા સામાન્ય માણસો અને સૈનિકો માર્યા જાય છે. અને જ્યારે ભારત ત્યાં બોમ્બ નાખે છે તો ત્યાં પણ સૈનિકો અને નાગરિકો મરે છે. આખરે આ તોફાન ક્યાં સુધી ચાલુ રહેશે? ક્યાં સુધી નિર્દોષોના લોહી વહેશે?

- રાજ્યના આ ભૂતપૂર્વ સીએમએ આશા દર્શાવતા કહ્યું- એ દિવસ પણ આવશે જ્યારે અહીંના લોકો ત્યાં (પાકિસ્તાન) બેફિકર થઇને જઇ શકશે. જ્યાં સુધી એમ નહીં થાય ત્યાં સુધી દેશમાં શાંતિ નહીં સ્થપાય.

 

અબ્દુલ્લાએ કહેલું- પીઓકે પાકિસ્તાનનો હિસ્સો

 

- 11 નવેમ્બરે અબ્દુલ્લાએ પીઓકેને લઇને કહ્યું હતું કે પીઓકે પાકિસ્તાનનો હિસ્સો છે અને આ હકીકતને બદલી ન શકાય. ભલે બંને દેશો વચ્ચે યુદ્ધ થઇ જાય, હું વાત દુનિયાને કહી રહ્યો છું.

- ફારૂખના આ નિવેદનથી બીજેપી ભડકી ગઇ હતી અને બિહારમાં તેમના વિરુદ્ધ કેસ પણ નોંધાવી લેવામાં આવ્યો. કેસ નોંધાવા પર ફારૂખે કહ્યું- મારા વિરુદ્ધ એક કેસ નોંધવામાં આવ્યો છે અને તે પણ એક મુસ્લિમની ફરિયાદ પર. ભગવાન તેની રક્ષા કરે. તેની હાલત તો જુઓ કારણકે તે કાશ્મીર વિશે તો જાણતો જ નથી અને ના તો આપણી પરિસ્થિતિને સમજે છે.

અન્ય સમાચારો પણ છે...