પાકે. ચીનને આપેલું ગ્વાદર બંદર ચિંતાજનક : એ.કે.એન્ટની

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બેંગ્લોરમાં એશિયાના સૌથી મોટા એર શો ‘એરો ઈન્ડિયા’નો પ્રારંભ

યેલહંગા એરબેઝ ખાતે બુધવારે એશિયાના સૌથી મોટા એર શો ‘એરો ઇન્ડિયા’ શરૂ થયો. સંરક્ષણપ્રધાન એ.કે.એન્ટનીએ આ શોમાં કહ્યું કે ભારતીય કંપનીઓ પાસેથી અમે વધુમાંવધુ સંખ્યામાં શસ્ત્રો - વિમાન ખરીદ કરવા માગીએ છીએ પરંતુ આપણી કંપનીઓ રિસર્ચ પર ખર્ચ કરવા નથી માગતી. પાકિસ્તાને ગ્વાદર ર્પોટ બાંધકામનો કોન્ટ્રાકટ ચીનને આપતાં તેમણે ભારત પક્ષે ચિંતા વ્યક્ત કરી હતી.

પાંચ દિવસના એર શોનું ઉદઘાટન કર્યા પછી સંરક્ષણપ્રધાને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને ચીનને ગ્વાદર પોર્ટ બાંધકામનો કોન્ટ્રાકટ આપ્યો છે. આપણા દેશ માટે તે ગંભીર ચિંતાનો વિષય છે. એયરો ઇન્ડિયામાં ચીનના વિમાનો દ્વારા ભાગ લેવા અંગે એન્ટનીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સુધરી રહેલા સંબંધોનું તે પરિણામ છે.

- દુષ્કર્મના દોષિત સૌનિકને પણ મળશે સજા

એન્ટનીએ કહ્યું કે દુષ્કર્મમાં સંડોવાયેલ સૈનિક સામે પણ એ જ કાર્યવાહી થશે કે જે સામાન્ય વ્યક્તિ સામે થાય છે. આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ અમલી છે તેવા વિસ્તારમાં દુષ્કર્મ પર બની રહેલા કાયદામાં છૂટછાટ અપાવાના મુદ્દે આમ જણાવ્યું હતું. ૬૦૦ કંપની ભાગ લઇ રહી છે શોમાં આ શોમાં ૨૭ દેશોની ૬૦૦ કંપની ભાગ લઇ રહી છે. સંરક્ષણ મંત્રાલય અને ડીઆરડીઓ શો નું આયોજન કરે છે.

- પ્રથમ દિવસ ભારતીય વિમાનોના નામે

એયરો ઇન્ડિયાનો પ્રથમ દિવસ ભારતમાં બનેલાં વિમાનોને નામ રહ્યો. ઉદ્ઘાટન સમારંભમાં ફ્લાય પાસ્ટની શરૂઆત એએએલએચથી થઇ. સેનાના આ હેલિકોપ્ટરે કમાન્ડો ડ્રોપિંગની કવાયત પેશ કરી. તે પછી ભારત દ્વારા નિર્મિત તેજસ, લાઇટ કોમ્બાટ હેલિકોપ્ટર, એરબોર્ન અર્લી વોર્નિંગ કંટ્રોલ (એવોકસ)એ ફ્લાય પાસ્ટમાં ભાગ લીધો. ભારતની એયરોબૈટિકસ ટીમ સારંગે પણ પ્રદર્શન કર્યું. ભારતીય વાયુસેનામાં ટૂંક સમયમાં જ પ્રવેશ કરનારા રફાલ વિમાન પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. અમેરિકી એફ-૧૬ અને ચેક ગણરાજ્યના એયરો બેટિકસ ટીમ બુલ્સે પણ પ્રદર્શન કર્યું હતું.