તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ: નેવી ભરતીમાં અપેક્ષા કરતા વધુ ઉમેદવાર પહોંચતા થઈ દોડા-દોડી, ઘણાં ઘાયલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: શુક્રવારે વહેલી સવારે મુંબઈના મલાડ વિસ્તાર આઈ.એન.એસ હમલા બહાર નેવીની ભરતી દરમિયાન નાસભાગ થઈ ગઈ હતી. આ હોબાળામાં ઘણાં લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. સુરક્ષાકર્મીઓના જણાવ્યા પ્રમાણે અહીં અપેક્ષા કરતા વધારે ભીડ ભેગી થઈ ગઈ હોવાથી આ ઘટના બની છે.
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંદાજે 6,000 કરતા વધારે ઉમેદવાર આ ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માટે અહીં પહોંચ્યા હતા. જ્યારે વ્યવસ્થા પ્રમાણે 4,000 લોકોના આવવાની શક્યતા હતી.
- અપેક્ષા કરતા વધારે ઉમેદવાર અહીં પહોંચી ગયા હોવાથી ગેટની બહાર ખૂબ ભીડ ભેગી થઈ ગઈ હતી.
- ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસબળ હાજર હતું અને તેઓ ભીડને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
- નેવી તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ ભાગ-દોડમાં બે ઉમેદવાર ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
- જ્યારે અનૌપચારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટનામાં 12 જેટલા લોકો ઘાયલ થયા છે.
- નેવીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હાલ નેવી અને પોલીસની ટીમે સંપૂર્ણ સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે.
- પશ્ચિમી મુંબઈમાં સમુદ્રી કિનારે નેવીનો બેઝ છે. ઉમેદવારો નેવીની ઓપન ભરતીમાં ભાગ લેવા માટે આવ્યા હતા.
- આરોપ છે કે તંત્ર તરફથી ત્યાં તેમના માટે કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી નથી. ભાગદોડમાં ઘણાં યુવકો ભીડમાં નીચે દબાઈ ગયા હતા.
પોલીસ પર લાઠીચાર્જનો આરોપ

- પશ્ચિમી મુંબઈમાં સમુદ્રી તટ પર નેવીનો બેઝ છે. ઉમેદવારો નેવીની ઓપન ભરતીમાં ભાગ લેવા માટે આવ્યા હતા.
- ઉમેદવારનો આરોપ છે કે, હજારોની સંખ્યામાં અહીં ઉમેદવારો આવ્યા હતા, પરંતુ અહીં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહોતી આવી. ભીડ વધતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
- લાઠીચાર્જના આરોપને નકારતા મુંબઈ પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, ભીડ વધવાના કારણે આ નાસભાગ થઈ છે.
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો