ઝારખંડ: રાંચીના આશ્રમમાં નાસભાગ, નવનાં મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મૃતકોના પરિવારને બે લાખની સહાયની જાહેરાતઅત્રેના અનુકુલ ચંદ્ર આશ્રમની ૧૨૫મી જયંતી પ્રસંગે ભકતોની ભીડે પ્રવેશદ્વારમાં પ્રવેશવા કરેલા ધસારા દરમિયાન મચેલી ધક્કામુક્કી અને ભાગદોડમાં કચડાઈ જતાં નવ વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય ૩૦ને ઇજાઓ પહોંચી હતી. પોલીસ અધિક્ષક રાહુલ પુવારે ઘટના એક દુર્ઘટના હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક વૃદ્ધા ભીડમાં લપસી પડીને નીચે પડી ગયા હતા.ભીડના પાછળથી આવી રહેલા ધક્કાએ અન્ય મહિલાઓને પણ તેમના ઉપર પછાડી હતી. આંતરિક ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં તેમના મૃત્યુ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર આપીને રવાના કરવામાં આવ્યા હતા. ઘટના પ્રતિ દિલગીરી વ્યક્ત કરતાં રાજ્યના મુખ્યમંત્રી અર્જુન મુંડાએ મૃતકોના નજીકના સગાંને રૂપિયા બે લાખની સહાય અને ઇજાગ્રસ્તોને વિના મૂલ્યો સારવાર આપવાની જાહેરાત કરી હતી.ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આશ્રમ દર વષે વાર્ષિક તિથિની ઉજવણી કરે છે. દોઢ લાખ લોકો ઉમટી પડે તેમ પહેલેથી અંદાજ માંડવામાં આવ્યો હતો. પરંતુ પૂજા સમયે વધુ લોકો પહોંચ્યા હોવાનું મનાઇ રહ્યું છે. આશ્રમ વિશાળ સંકુલ ધરાવે છે. પરંતુ કેટલાક લોકોએ દ્વારપ્રવેશ માટે ધક્કામુક્કી કરતાં દુર્ઘટના સર્જાઇ હોવાનું મનાઇ રહ્યું છે.