• Gujarati News
  • Woman Delivers Baby On The Floor Of Govt; Health Centre

સરકારી આરોગ્ય સંભાળ કેન્દ્રએ લાંચ માગી, મહિલાએ પરસાળમાં બાળકને જન્મ આપ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મુઝફ્ફરનગર)
મુજફ્ફરનગરઃ શામલી જિલ્લામાં કર્મચારીઓએ લાંચ વિના દાખલ દેવાની ના પાડતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પરસાળમાં જ એક બાળકને જન્મ આપ્યો હતો.
ઝૂબેદા નામની એક મહિલાને લેબર પેઇન ઉપડવાની ફરિયાદ કરતા કંધાલા જિલ્લામાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવી હતી, ત્યારે આ બનાવ બન્યો હતો. મહિલાના પરિવારે એવો આરોપ મુક્યો હતો કે આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના ડૉકટરોએ દાખલ કરવા માટે લાંચની માગણી કરતા આરોગ્ય કેન્દ્રના કંપાઉન્ડમાં જ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
બાદમાં પરિવારના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવતા, તેણીને તેના બાળક સાથે આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. પરિવાર હવે જવાબદાર સામે સખત પગલાં લેવાની માગ કરી રહ્યં છે. દરમિયાનમા આરોગ્ય કેન્દ્રના સુપ્રીનટેન્ડન્ટ રમેશ ચંદરે એ આરોપોનો ઇનકાર કર્યો હતો. કે મહિલાને દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ બનાવમાં તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે અને દર્દીને જિલ્લા હોસ્ટિપલમાં મોકલવામાં આવેલ છે.

આ બનાવની શિકાર અને તેણીના પરિવારને પાછલા વર્ષે મુજફ્ફરનગરમાંથયેલ તોફાનોને પગલે ડુંગર ખાતેથી વિસ્થાપિત કરવામાં આવ્યો હતો અને બાદમાં તેમનું કંધાલા ટાઉનમાં પુનઃવસન કરવામાં આવ્યું હતુ.